વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતમાં ઝંઝાવાતી પ્રચારનો કરશે પ્રારંભ

New Update
PM મોદીના હસ્તે 'સ્વચ્છતા હી સેવા' અભિયાનની કરાઈ શરૂઆત

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં વિજયનો શંખનાદ કરવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી તારીખ 27 થી ચૂંટણી પ્રચારનાં શ્રી ગણેશ કરશે. ભુજ, જસદણ, ધારી, કામરેજમાં જાહેર સભાઓ અને રોડ શો કરશે.

જ્યારે 29 નવેમ્બર બુધવારે મોરબી, પ્રાચી, પાલિતાણા, નવસારી એમ બે દિવસમાં કુલ 8 સ્થળોએ જાહેર સભા સંબોધશે. નરેન્દ્ર મોદીની પ્રત્યેક રેલીમાં ઓછામાં ઓછી 6 થી 7બેઠક આવરી શકાય તેની તકેદારી રાખવામાં આવી છે.

વડાપ્રધાન મોદી તારીખ 27 નવેમ્બરે સવારે 11 વાગે ભુજ, બપોરે 1.20 વાગે જસદણ, 3 કલાકે ધારી।, સાંજે 5.15 કલાકે સુરતમાં સભાને સંબોધન કરશે.આ ઉપરાંત પીએમ નરેન્દ્ર મોદીનો 29 નવેમ્બર બુધવારે સવારે 11 વાગે મોરબી, બપોરે 1.25 પ્રાચી, બપોરે 3.30 કલાકે પાલિતાણા, સાંજે 5.30 વાગે નવસારીમાં ચૂંટણી પ્રચારને વેગ આપશે.

Latest Stories