વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સી પ્લેનમાં ઉડાન કરીને ધરોઈ ડેમ ખાતે કર્યુ લેન્ડિંગ

New Update
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સી પ્લેનમાં ઉડાન કરીને ધરોઈ ડેમ ખાતે કર્યુ લેન્ડિંગ

ગુજરાતમાં બીજા તબક્કાનાં ચૂંટણી પ્રચારનો અંતિમ દિવસ છે. ભાજપ - કોંગ્રેસ દ્વારા ચૂંટણી પ્રચારમાં એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. ત્યારે પીએમ મોદીની સી પ્લેનની સફર પણ ખુબજ આકર્ષક અને ચર્ચાસ્પદ બની છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સાબરમતી નદી થી મહેસાણા જિલ્લાનાં ધરોઈ ડેમ સુધી સી-પ્લેનમાં ઉડાન કરી હતી. અને ધરોઈ ડેમ પર લેન્ડ થયા હતા. ત્યાંથી તેઓ બાય રોડ અંબાજી મંદિર પહોંચ્યા હતા, અને મા અંબાના દર્શન કર્યા હતા.

Latest Stories