/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/09/Modi-in-Mumbai.jpg)
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મુંબઇમાં ત્રણ મેટ્રો લાઈનનું ઉદઘાટન કર્યું હતું. આ પહેલા પીએમ મોદીએ ગણપતિની પૂજા અર્ચના કરી હતી. તે દરમિયાન પીએમ મોદીએ કહ્યું કે મુંબઈના લોકોની સાદગી મને અભિભૂત કરે છે. તેઓએ ચંદ્રયાન-2 મિશનને લઈને કહ્યું આજે ઇસરોના વૈજ્ઞાનિકોથી ખૂબજ પ્રભાવિત થયો છું. ચંદ્ર પર જવાનું આપણું સપનું પૂરૂ કરીને જ રહીશું.
/connect-gujarat/media/post_attachments/wp-content/uploads/2019/09/3-3-300x185.jpg)
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કાર્યક્રમને સંબોધન કરતા કહ્યું કે, તમામ પરિયોજનાઓના મુંબઇના ઇન્ફ્રાસ્ટ્રક્ચરને નવો આયામ આપશે,અહીંના લોકોના જીવનને સરળ બનાવવામાં મદદ કરશે. મુંબઈના વિકાસને લઈને પીએમ મોદીએ કહ્યું પોતાના સંકલ્પો માટે નિરંતર પ્રયાસ, ગણેશોત્સવની ઉમંગ અને આ જ માહોલમં આજે મહારાષ્ટ્રમાં હજારો કરોડ રૂપિયાની યોજનાઓનું શ્રીગણેશ થઈ રહ્યું છે.
પીએમ મોદીએ કહ્યું - 20 હજાર કરોડ રૂપિયાથી વધુની યોજાનાઓનું કામ આજે અહીં શરુ થઈ રહ્યું છે. આ સારી પરિયયોજનાઓ માટે આપ તમામને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું.