New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2017/11/DOZkBbAVQAAFjyy.jpg)
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્રણ દિવસીય ફિલિપાઇન્સનાં પ્રવાસે રવિવારે રવાના થયા છે. આ દરમિયાન તેઓ 15માં એશિયન અને 12માં એશિયા સંમેલનમાં ભાગ લેશે. આ પ્રવાસમાં વેપાર અને સંપર્ક વધારવા મોદીની મુખ્ય પ્રાથમિકતા છે.
પ્રવાસ પર જતા પહેલા પીએમ મોદીએ કહ્યું કે, ફિલિપાઇન્સનો તેમનો પ્રવાસ એશિયન સભ્ય દેશો અને ભારત-પ્રશાંત ક્ષેત્રની સાથે સંબંધો મજબૂત બનાવવાની ભારતની પ્રતિબદ્ધતાનું પ્રતિક હશે.
મોદીએ આશા વ્યક્ત કરી છે કે, મનીલાની તેમની આ યાત્રાથી ફિલિપાઇન્સની સાથે ભારત દ્વિપક્ષીય સંબંધોને પણ નવું બળ પ્રદાન કરશે. સાથે જ એશિયન દેશો સાથે રાજકીય સુરક્ષા, આર્થિક અને સામાજિક-સાંસ્કૃતિક ક્ષેત્રોમાં ભારતનાં સંબંધો મજબૂત થશે.
Latest Stories