વડોદરા :  જય સાંઈનાથ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા દિવ્યાંગો માટે  ગરબાનું આયોજન કરાયું

New Update
વડોદરા :  જય સાંઈનાથ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા દિવ્યાંગો માટે  ગરબાનું આયોજન કરાયું

વડોદરાના સુભાનપુરા વિસ્તારમાં ફક્તને ફક્ત દિવ્યાંગો માટે જય સાંઈનાથ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા 19 વર્ષથી ગરબાનું આયોજન કરવામાં આવે છે. ત્યારે સંસ્કૃતિ ગરબા ગ્રાઉન્ડ ખાતે દિવ્યાંગો માટે રાત્રી આફ્ટર નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 800થી વધુ દિવ્યાંગો જોડાયા હતા અને અન્ય યુવાનો યુવતીઓની જેમ ગરબા અને રાસ રમીને માતાજીની આરાધના કરીને નિજાનંદ માણ્યો હતો.

વડોદરાની આસપાસ તેમજ ગુજરાત ની વિવિધ દિવ્યાંગો સાથે સંકળાયેલી સંસ્થાઓના દિવ્યાંગો માટે ઉત્સવનો દિવસ હતો. સુભાનપૂરા વિસ્તારમાં આવેલ ગરબા ગ્રાઉન્ડ પર મોટી સંખ્યામાં દિવ્યાંગો ઉપસ્થિત રહયા હતા. યુવા વૈષ્ણવાચાર્ય પૂ શરણમકુમાર, રાજેશ આયરે તેમજ અન્ય આમંત્રિત મહેમાનોએ માતાજીની આરતી કરી હતી.

ત્યારબાદ દિવ્યાંગો માટેનો ગરબા મહોત્સવ ખુલ્લો મુકવામાં આવ્યો હતો.40થી વધુ સંસ્થાઓનાં દિવ્યાંગો અહીં ગરબા અને રાસ રામવા માટે ટ્રેડિશનલ વસ્ત્રો પહેરીને સજી ધજીને આવ્યા હતા અને મન મુકીને તેમની શારીરીક તેમજ માનસિક અવસ્થા વીસરીને ગરબા અને રાસનો આનંદ માણી રહ્યા હતા. વિશેષ ગરબા મહોત્સવમાં ઉપસ્થિત અબાલ વૃદ્ધ સહિત દિવ્યાંગોએ તેમની શક્તિ અનુસાર માતાજીની ભક્તિ કરીને દિવ્યાંગ બાળકો ,બાળકીઓ, યુવાનો , યુવતીઓ તેમજ મોટેરાઓ વિવિધ શૈલીમા ગરબે રમ્યા હતા.કોઈક કાખ ઘોડી લઈને તો કોઈક વહીલ ચેર પર ,કે બેઠા બેઠા, તેમજ તેમને ફાવે તે રીતે ગરબે ઘૂમીને નવરાત્રી ઉત્સવનો આનંદ લીધો હતો.

જાણીતા ગાયક સનત પંડ્યાના ગ્રૂપ ની ગરબાની સુરાવલી પર મનમૂકીને ગરબા તેમજ રાસ રમ્યા હતા.ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતા,મહાનગર પાલિકાના વિપક્ષના નેતા ચંદ્રકાન્ત શ્રીવાત્સવ સહિતના અગ્રણીઓએ ઉપસ્થિત રહીને દિવ્યાંગોનાં ઉત્સાહમાં વધારો કર્યો હતો. ટ્રસ્ટ દ્વારા દિવ્યાંગોનાં આવવા જવા માટે વાહનનું વ્યવસ્થા ટ્વિમહ જમવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. ગરબા બાદ તમામને લ્હાણી આપવામાં આવી હતી.

Latest Stories