/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2017/10/IMG_6265.jpg)
આઇબીએમ અને વડોદરા મહાનગરપાલિકા (વીએમસી) એ આજે તેમના ધ્વારા નક્કી કરવામાં આવેલી કેટલીક વ્યૂહરચનાની વડોદરા મહાનગરપાલિકાના સદસ્યો સાથે વહેંચણી કરી.​​ IBM (NYSE: આઇબીએમ), કોર્પોરેટ સર્વિસ કોર્પ્સ(સીએસસી), વેશ્વિક નાગરિકતા કાર્યક્રમ, વડોદરામાં શરૂ થયો હતો.
કાર્યક્રમની મુખ્ય ચર્ચા, યુનાઇટેડ નેશન દ્વારા નક્કી કરેલા ‘ટકાઉ વિકાસ’ ના મુદ્દાને પરિપૂર્ણ કરવાના લક્ષ્યાંકથી કરવામાં આવી હતી. જેમાં વડોદરા મ્યુન્સિપલ કોર્પોરેશન, બિન સરકારી સંસ્થા, શૈક્ષણિક સંસ્થાઓ, આઇબીએમ સીએસસીના સહભાગીઓ હાજર રહયા હતા. યુ એનના ટકાઉ વિકાસના લક્ષ્યાંકને ૨૦૩૦ સુધી પરિપૂર્ણ કરવા માટે વ્યાવસાયિક ક્ષેત્રે જોડાયેલા કાર્યકરો પોતાની ભૂમિકા કેવી રીતે નિભાવી શકે તે વિષય પર ભાર મૂકવામાં આવ્યો હતો. ટકાઉ વિકાસ સામાન્ય રીતે, આપણાં વિશ્વમાં બદલાવ : ટકાઉ વિકાસના મુદ્દા ૨૦૩૦ તરીકે જાણીએ છીએ.
આઇબીએમ સીએસસી વડોદરા પ્રોગ્રામના પરિણામો ધ ગેટવે હોટેલ, અકોટા ખાતે રજૂ કરવામાં આવ્યા હતા. મહાનુભાવોમાં ભરત ડાંગર, મેયર, વી.એમ.સી. અને રૂમી મલ્લિક મિત્રા, દેશની અગ્રણી, કોર્પોરેટ નાગરિકતા અને કોર્પોરેટ અફેર્સ, આઇબીએમ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ હાજર રહ્યા હતા.
આઇબીએમ સીએસસી વડોદરા પ્રોગ્રામ દરમ્યાન,આઇબીએમે વૈચારિક સંરચના અને એનાલિટિક્સના મુદ્દે પોતની કુસળતાઓના આધારે ટકાઉ સલાહ અને આરોગ્ય, પર્યાવરણ અને મહિલા સશક્તિકરણના ક્ષેત્રો પર અસર કરતાં સૂચનો આપ્યા હતા.
/connect-gujarat/media/post_attachments/wp-content/uploads/2017/10/IMG_6344-1024x683.jpg)
કાર્યક્રમમાં, આઇબીએમના સદસ્યોએ, સીએસસી વડોદરાના કાર્યક્રમમાં જોડાયેલા હતા, તેઓએ પ્રોજેકટને સમજવા અને પ્રયોગમાં મૂકવા માટે દરેક ક્લાઈંટ ધ્વારા મળેલી સહાયને બિરદાવી હતી. જે નીચે પ્રમાણે છે.
- આઇબીએમની પ્રથમ સબ-ટીમે વીએમસીના સોલીડ વેસ્ટ મેનેજમેંટના વિભાગ સાથે કચરાના વિભાજન માટે એક કેમ્પેન રચવા માટે કામ કર્યું હતું. આ ટીમે રોડ બ્લોક પાછળના મુખ્ય કારણ અને એને ધ્વારા ઊભી થતી સમસ્યાઓના નિરાકરણ માટે એક વ્યૂહરચના ઘડી હતી જે આગળ જઇને જવાબદાર સભ્યોને સંભળવામાં આવશે.
- આઇબીએમની બીજી સબ-ટીમે વીએમસીના ફરિયાદ નિવારણ વિભાગ સાથે કામ કરી અને વર્તમાન ફરિયાદ નિવારણ વ્યવસ્થાને અસરકારક બનાવવા માટે કેટલાક સુજાવ આપ્યા હતા જેમ કે હેલ્પ લાઇન નંબર ,વિજિલન્ટ વડોદરા એપ અને વોર્ડને કેવી રીતે વધુ કાર્યરત કરી શકાય તે માટે કાર્ય કર્યું.
- આઇબીએમની ત્રિજી સબ-ટીમે વીએમસીના સ્વાસ્થ્ય વિભાગ સાથે જોડાઈને કામ કર્યું હતું, જેમાં તેમણે વડોદરા શહેરના રોગો ની માપણીની સરળ પ્રક્રિયાના અમલ કરવા માટે એક પ્લાન રજૂ કર્યો હતો. જેના ધ્વારા દરેક નાગરિકને યુનિક સ્વાસ્થ્ય આઇડી મલી શકે અને વીએમસી આના ધ્વારા સ્વાસ્થ્યના ભૂતકાળ વિષે જાની શકે અને તેના આધારે પ્લાન કરી શકે.
- આઇબીએમની ચોથી સબ-ટીમે યૂનિસેફ- ગાંધીનગર અને દીપક ફાઉંડેશન જોડે ભેગા થઈને, ”બેટી બચાઓ અને બેટી પઢાઓ” યોજના માટે એક ડેશબોર્ડ બનાવવાનું કામ કર્યું હતું. આ ડેશબોર્ડ આ યોજનાના વિકાસ અને આ યોજના ધ્વારા ગામડાની બાળકીઓને અપાતી સહાયતાને ટ્રેકિંગનું કામ કરશે. આ ડેશબોર્ડ ને યૂનિસેફ ધ્વારા આખા ગુજરાતમાં પ્રયોગ મૂકી શકાય છે.
- આઇબીએમની પાંચમી સબ-ટીમે એચઆઇવી/એઇડ્સથી પીડાતા લોકોના ગુજરાત રાજય નેટવર્ક સાથે મળીને એચઆઇવી/એઇડ્સથી પીડાતા લોકો માટેની જતન યોજનાને વધારે સક્ષમ બનાવાનું કામ કર્યું હતું. ટીમે આ યોજનાના ઉપયોગને સરળ અને એની પહોંચને અસરકારક બનાવવા માટે અસરકારક પદ્ધતિ રચી હતી.
- વડોદરા મ્યુન્સિપલ કોર્પોરેશન મેયર, શ્રી ભરત ડાંગરે આઇબીએમની ટીમ ધ્વારા ટૂંકા ગાળામાં કરેલા કામને બિરદાવયા હતા, તેઓએ કહિયું હતું કે, ”આઇબીએમની ટીમે આટલા ટૂંકા ગાળામાં જે કામ કરીયુ છે તે પ્રસંસનીય છે અને અન્ય કોર્પોરેટ હાઉસએ પણ આવા પ્રોગ્રામને પ્રોતસાહન આપવું જોઈએ, જેથી આવા કુશળ લોકો જ આપળને શહેરી વિકાસ માટે નવા પરિપ્રેક્ષય અને નવા અભિગમ આપસે.
- દેશની અગ્રણી, કોર્પોરેટ નાગરિકતા અને કોર્પોરેટ અફેર્સ, આઇબીએમ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ, શ્રીમતી રૂમી મલ્લિક મિત્રાએ પોતાના અનુભવ વિષે જણાવતા કહ્યું હતું કે, “આઇબીએમ 2030ના ટકાઉ વિકાસના અજેંડાને પ્રતિબદ્ધ છે અને ભાગીદારી માટેનો એક અન્ય રસ્તો એ છે કે જગતને માનવ જીવનને ઉત્તમ બનાવવા માટે માનવ મૂડીને યોગદાન આપવું. CSC કાર્યક્રમ એ આઇબીએમના અગત્યના કાર્યક્રમોમાંનો એક છે, અને એવા બીજા ઘણા કાર્યક્રમો છે જે માટે અમે ઈન્ડિયામાં પ્રતિબદ્ધ છે. તે ઉપરાંત અમે વિશ્વમાં બધે જ સામાજિક સ્તરે હકરાત્મ્ક વાતાવરણ ઊભું કરવા માટે તૈયાર છે."
- વીએસઓ ઈન્ડિયાના, ઓફિસ ઇન ચાર્જ, શ્રીમાન પ્રવીણ કુમારે જળાવ્યૂ હતું કે “વીએસઓ છેલ્લા ચાર દાયકા થી સહભાગી કાર્યકરોની ક્ષમતાઓ ને વધુ મજબૂત બનાવા માટે કામ કરે છે. અમે વિશ્વના દરેક વિસ્તારના કોર્પોરેટ્સ સાથે કામ કરીએ છીએ, પરંતુ આઇબીએમ ટીમની પ્રતિબદ્ધતા અજોડ છે , તેઓ વિવિધ પ્રકારની કુશળતાથી સંલગ્ન સહભાગીઓને સીધો ફાયદો આપીને એક પરીવર્તન કરે છે .”
2017ના અંત સુધીમાં, IBM કોર્પોરેટ સર્વિસ કોર્પ્સ(સીએસસી), સમસ્યા ઉકેલવાના પ્રો બોનો યોજનાને વિશ્વની સૌથી અગત્યની યોજના બનવાના ભાગ રૂપે , 3,500 આઇબીએમ કાર્યકરોને 40 દેશોમાં મોકલવા માંગીએ છીએ.