/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2018/05/b44ba302-7f37-4cdc-adc9-1a6675e10195.jpg)
મંત્રીના હસ્તે જળસંચય અભિયાનની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી
વડોદરા ખાતે સુજલામ સુફલામ જળસંચય અભિયાનની પૂર્ણાહુતિ આજે સિંધુસાગર તળાવ ખાતે કરવામાં આવી હતી. આ પ્રસંગે કેન્દ્રના રોડ, ટ્રાન્સપોર્ટ એન્ડ હાઇવેઝ, શિપીંગ, કેમિકલ-ફર્ટિલાઇઝર્સ વિભાગના રાજ્યકક્ષાના મંત્રી મનસુખ માંડવિયાના હસ્તે નર્મદા જળ કળશ પૂજન કરાયું હતું. આ તબક્કે તેમને પૂછવામાં આવેલા એક પ્રશ્નના જવાબમાં તેમણે જણાવ્યું હતું કે, હું મુખ્યંત્રીની રેસમાં નથી. ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી જ રહેશે. મુખ્યમંત્રી બદલવા અંગે જે અફવાઓ ચાલી રહી છે તે તદન ખોટી છે.
કેન્દ્રના રાજ્યકક્ષના મંત્રી મનસુખ માંડવિયાએ પેટ્રોલ ડીઝલના ભાવ અંગે જણાવ્યું હતું કે, ટેકનીકલ ભૂલને કારણએ એક પૈસાનો ઘટાડો થયો હતો. તેનો ખુલાસો થઇ ગયો છે. પેટ્રોલ-ડીઝલના વધતા ભાવ અંગે સરકાર ચિંતીત છે. પેટ્રોલ-ડીઝલના ભાવ આંરરાષ્ટ્રીય બજાર પર નક્કી થતાં હોય છે. આવનાર દિવસોમાં તેના પર નિયંત્રણ આવી જશે. સુજલામ સુફલામ જળસંચય યોજના બાબતે તેઓએ જણાવ્યુ હતુ કે, આ યોજનામાં અપેક્ષા કરતા વધારે સારી કામગીરી થઇ છે. અત્યાર સુધી રાજ્યભરમાં 9 હજાર કરતા વધારે તળાવોને ઉંડા કરવાની કરવાની કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી છે.