/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2017/06/IMG-20170621-WA0022.jpg)
વડોદરાના પોલો ક્લબ ગોલ્ફ મેદાનમાં 1 થી 5 માસ સુધીની 40 સગર્ભા મહિલા, 35 દિવ્યાંગો, 15 થેલેસમીયાના દર્દીઓ સહિત 200 વ્યક્તિઓ દ્વારા યોગ કરવામાં આવ્યા હતા.
વડોદરાના પોલો ક્લબ સ્થિત ગોલ્ફના મેદાનમાં યોગનું આયોજન કરવામાં આવ્યું હતુ. યોગમાં ભાગ લેનાર 40 ગર્ભવતી મહિલાઓને યોગના ટ્રેનર દ્વારા 3 દિવસ વિશેષ તાલિમ આપવામાં આવી હતી. પરિણામે સગર્ભા મહિલાઓએ પોતાના પેટમાં ઉછળી રહેલા સંતાનને કોઇ નુકશાન ન થાય તે રીતે સતત બે કલાક સુધી યોગ કર્યા હતા.
ગોલ્ફના મેદાનમાં વહેલી સવારે વરસાદી વાદળોના માહોલ અને સંગીતમય સૂરાવલી વચ્ચે શરૂ થયેલા યોગથી વાતાવરણ મનનીય બની ગયું હતું. એક સાથે 40 ગર્ભવતી મહિલાઓ, 35 દિવ્યાંગો, 15 થેલેસમીયાના દર્દીઓ, શહેરના જાણીતા શિક્ષણ વિદ તેજલ અમીન, ઉદ્યોગપતિઓ, અગ્રણીઓ સહિત 200 લોકોએ એક સાથે યોગ ગુરૂના માર્ગદર્શન હેઠળ યોગ કર્યા હતા.