વડોદરામાં નાતાલ પર્વ નિમિત્તે યોજાયેલ સાન્ટા પરેડ આકર્ષણનું કેન્દ્ર બની

New Update
વડોદરામાં નાતાલ પર્વ નિમિત્તે યોજાયેલ સાન્ટા પરેડ આકર્ષણનું કેન્દ્ર બની

વડોદરાનાં સેન્ટેનરી મેથોડિસ્ટ ચર્ચ ખાતે થી નાતાલ પર્વ નિમિત્તે વિશાળ સાન્ટા પરેડનું આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમાં ખ્રિસ્તી સમાજનાં લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા, અને સૌને નાતાલની શુભેચ્છાઓ પાઠવી હતી.

છેલ્લા ત્રણ વર્ષથી વડોદરાની સેન્ટેનરી મેથોડિસ્ટ ચર્ચ દ્વારા નાતાલ પર્વ નિમિત્તે સાન્ટા પરેડનું આયોજન કરવામાં આવે છે. જે અંતર્ગત આગામી નાતાલ પર્વની ઉજવણી નિમિત્તે વિશાળ સાન્ટા પરેડનું આયોજન કરવામાં આવ્યુ હતુ.

આ પરેડમાં સાન્ટા ક્લોઝની વેશભૂષામાં યુવક યુવતીઓ જોડાયા હતા અને સમગ્ર પરેડમાં ઇસુ ખ્રિસ્તનાં જન્મ સમયનાં ડેકોરેશન ફ્લોટ, ઉંટ ગાડીઓ સહિત નાના બાળકો વિવિધ વેશભૂષામાં સજ્જ થઈને પરેડમાં જોડાઈને આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા.

Latest Stories