New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2018/05/dfccf390-4b0c-4fb0-b48f-38c5b59a6e87.jpg)
વડોદરાના આજવા રોડ ખાતે નિર્માણ પામેલા ધ પેલેસનું નિર્માણ કરવામાં આવ્યું છે. જેમાં કલ્યાણ પુષ્ટિધામ મંદિર, વૈષ્ણવાશ્રમ, શ્રીવલ્લ્ભ સત્સંગ હોલ, ગુરૂકુલ પરંપરાના માધ્યમથી શિક્ષણ વર્ગ વગેરે આ ભવનમાં સમાવિષ્ટ છે.
એક પુષ્ટિમાર્ગી પરિવાર દ્વારા દાન કરવામાં આવેલી જમીનમાં આ હવેલીનું નિર્માણ કરવામાં આવ્યું છે. જેનું નામ કરણ અને અર્પણ વિધિ આજે પૂ. દ્વારકેશલાલજી મહારાજના હસ્તે કરવામાં આવી હતી. આ પ્રસંગે ગોશ્વામી આશ્રયકુમાર, સાંસદ રંજનબહેન ભટ્ટ, ધારાસભ્ય શૈલેષ મહેતા તેમજ વષ્ણવ સમાજના અગ્રણીઓ અને સામાજિક સંસ્થાના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
Latest Stories