વડોદરામાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીનાં આગમન તાણે સુરક્ષા એજન્સીઓ સતર્ક

New Update
વડોદરામાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીનાં આગમન તાણે સુરક્ષા એજન્સીઓ સતર્ક

વડોદરા મહાનગર પાલિકા દ્વારા શહેરમાં કરાયેલા વિકાસ કામોના લોકાર્પણ તેમજ હાથ ધરાનારા કામોના ખાતમુહુર્ત માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે વડોદરા આવી રહ્યા છે.

યોગાનુયોગ ગત વર્ષે પણ 22મી ઓક્ટોબરે વડાપ્રધાન વડોદરાની મુલાકાતે હતા અને ઈન્ટરનેશનલ એરપોર્ટની ભેટ આપી હતી. કાર્યક્રમ માટે વડાપ્રધાન મોદી દહેજથી સીધા હેલિકોપ્ટરથી નવલખી મેદાનમાં આવશે.

જ્યારે વડોદરાથી પરત જતી વખતે નવલખી મેદાનથી એરપોર્ટ સુધી તેમનો રોડ શો યોજાવામાં આવશે તેવું સૂત્રેએ જણાવ્યું હતું. પોલીસ તંત્ર દ્વારા સુરક્ષા અને ટ્રાફિક વ્યવસ્થા હેતુ નો પાર્કિંગ તેમજ માર્ગો પર નો-એન્ટ્રી જેવાં જાહેરનામાં જારી કરી દેવાયાં છે.

Latest Stories