/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2018/04/3a01d71b-e329-4904-8216-318626e596c1.jpg)
મહારેલીમાં ભગવાન પરશુરામની છબીઓ અને ઝાંખીઓ આકર્ષણનું કેન્દ્ર રહી હતી
સમસ્ત ગુજરાત બ્રહ્મસમાજના ઉપક્રમે વડોદરામાં આજે પરસુરામ જયંતિની દબદબાભેર ઉજવણી કરવામાં આવી હતી. શહેરનાં સૂર્યનારાયણ ગરબા મેદાન ખાતેથી મહારેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. રેલીમાં વડોદરા બ્રહ્મસમાજના 13 એકમો સાથે ડભોઇ બ્રહ્મસમાજ, આર્યવ્રત બ્રહ્મસમાજના લોકો મોટી સંખ્યામાં સ્વયંભૂ જોડાયા હતા.
ભગવાન પરશુરામની જન્મજયંતિ નિમિત્તે નિકળેલી મહારેલી સૂર્યનગર ગરબા મેદાનથી શરૂ થઈ હતી. બાદમાં પાણીગેટ, માંડવી, ન્યાયમંદિર, પ્રતાપ ટોકીઝ, અમદાવાદી પોળ થઈને પંચમુખી મહાદેવ મંદિરે પહોંચી હતી. જ્યાં મહાઆરતી કરવામાં આવી હતી. મહારેલીમાં સાંસદ રંજનબેન ભટ્ટ, મેયર ભરત ડાંગર, વિધાન સભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી, ધારાસભ્ય યોગેશ પટેલ, ધારાસભ્ય મનિષાબહેન વકીલ સહિત બ્રહ્મ સમાજના અગ્રણીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા.
ભગવાન પરશુરામની જન્મ જયંતિ નિમિત્તે શહેરમાં નીકળેલી મહારેલીનું વિવિધ સંપ્રદાય દ્વારા ઠેર ઠેર ભવ્ય સ્વાગત કટવામાં આવ્યું હતુ.