વરસાદી માહોલ સાથે નવરાત્રી મહોત્સવની તૈયારીઓ શરૂ

New Update
વરસાદી માહોલ સાથે નવરાત્રી મહોત્સવની તૈયારીઓ શરૂ

નવલી નવરાત્રી મહોત્સવને હવે ગણતરીનાં દિવસો બાકી રહ્યા છે, અને ગરબા આયોજકો ઉત્સવની તૈયારીમાં જોતરાય ગયા છે.

મા શકિતની આરાધનાનાં પર્વ નવરાત્રી મહોત્સવનો થનગનાટ જોવા મળી રહ્યો છે, અને ગરબા આયોજકો પણ ગરબા ખેલૈયાઓ માટે ઉત્તમ સુવિધા સભર ગરબા ગ્રાઉન્ડની વ્યવસ્થામાં જોતરાયા છે.

જોકે ગત વર્ષની જેમ આ વર્ષે પણ વરસાદી માહોલ આયોજકો માટે ચિંતાનું કારણ બન્યો છે. તેમ છતાં વરસાદ બાદ ગરબા ગ્રાઉન્ડમાં ખેલૈયાઓને કોઈ મુશ્કેલી ન પડે તે પ્રકારની વ્યવસ્થા પણ આયોજકો કરી રહ્યા છે.

અંકલેશ્વરમાં ગરબા ગ્રાઉન્ડની સાજ સજાવટ ચાલી રહી છે, અને ગાયક વૃંદ માટેનાં સ્ટેજ, ગરબા ખેલૈયા માટે ગ્રાઉન્ડ સહિત બેઠક વ્યવસ્થા અને ખાણીપીણીની ચટાકેદાર વાનગીઓનાં સ્ટોલ ઉભા કરવાની જહેમત પણ ગરબા આયોજકો ઉઠાવી રહ્યા છે.

Latest Stories