વર્ષ 2017 થી સલામતી ફીચર્સ સાથે ઈ-પાસપોર્ટ મળશે

New Update
વર્ષ 2017 થી સલામતી ફીચર્સ સાથે  ઈ-પાસપોર્ટ મળશે

કેન્દ્ર સરકાર દ્વારા પાસપોર્ટ બનાવવા ની પધ્ધતિ માં ઉલ્લેખનીય ફેરફારો કરીને તેની વિધિને સરળ અને પારદર્શક બનાવવા માટે વિવિધ ફેરફારો કરવામાં આવ્યા છે.ત્યારે વર્ષ 2017 થી ઈ-પાસપોર્ટ આપવામાં આવશે સુત્રો દ્વારા જાણવા મળ્યુ છે.

કેન્દ્ર વિદેશ મંત્રાલય દ્વારા પાસપોર્ટ માં મહત્વના ફેરફારો કરવામાં આવ્યા છે,ત્યારે તાજેતરમાંજ ડોક્યુમેન્ટ ને લગતી બાબતો સંદર્ભે પણ બદલાવ કરવામાં આવ્યો હતો.ત્યારે પાસપોર્ટ બનાવવા માટે ઇચ્છતા લોકોને હવે બાયોમેટ્રિક માહિતી જેવા વધારે સલામતી ફિચર્સ ધરાવતા ઈ-પાસપોર્ટ લોન્ચ કરવામાં આવશે.

જાણકારો ના મતે હવે ચીપ લાગેલા ઈ-પાસપોર્ટ બનાવવા માં આવશે જેમાં પાસપોર્ટ ધારકની માહિતી હશે,અને તે ઓરીજીનલ પાસપોર્ટ ના ડેટા પેજ પર પ્રિન્ટેડ હશે.ઈ-પાસપોર્ટ થી માહિતી ની ચોરી અટકશે અને બોગસ પાસપોર્ટ ની સમસ્યા નો અંત આવી શકે છે.

Latest Stories