/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2017/03/C6Y3ntwU8AEFgrr.jpg)
ગાંધીનગરના મહાત્મા ગાંધી મંદિર ખાતે સ્વચ્છ શક્તિ 2017 કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશભરમાંથી આવેલ મહિલા સરપંચોને સંબોધન કર્યુ હતુ.
આંતરરાષ્ટ્રીય મહિલા દિન પ્રસંગે યોજાયેલ આ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશભરમાંથી આવેલ છ હજાર મહિલાઓને સંબોધિત કરીને જણાવ્યું હતુ કે 8 માર્ચના રોજ દેશના ખુણેખુણેથી આવેલી માતા-બહેનોના દર્શન અને આશીર્વાદ મળવાનું સૌભગ્ય મને મળ્યુ છે. સ્વચ્છ શકિતનો આ સમારોહ છે. જે ગાંધીની જન્મભુમિ, ગાંધીના નામે બનેલ શહેર અને ગાંધી જે નામે ઓળખાતા હતા તે મહાત્મા મંદિર માં કાર્યક્રમ યોજાયો છે તેથી તેનું મહત્વ દરેક બહેનો સમજી શકે છે.
/connect-gujarat/media/post_attachments/wp-content/uploads/2017/03/C6Y0PJvVUAA8lpx-1024x768.jpg)
પીએમ મોદીએ વધુમાં જણાવ્યુ હતુ કે વર્ષ 2019માં મહાત્મા ગાંધીને 150 વર્ષ પૂર્ણ થઈ રહયા છે, ત્યારે બાપુના સ્વચ્છતાના સપના અને આગ્રહને પરિપૂર્ણ કરીને સ્વચ્છતા ને આપણી રાષ્ટ્રીય ઓળખ બને તે સ્થિતિ પેદા કરવાનો અનુરોધ તેઓએ કર્યો હતો.
મહિલા સરપંચોમાં શ્રેષ્ઠ કામગીરી કરનાર મહિલાઓને એવોર્ડ પણ વિતરણ કરવામાં આવ્યા હતા.
આ પ્રસંગે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી, લોકસભાના અધ્યક્ષ સુમિત્રા મહાજન સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.