વલસાડ : IPL શરૂ થતાં જ સટ્ટાબાજી શરૂ, સીટી પોલીસે સટ્ટો રમાડતાં 3 બુકીઓની કરી ધરપકડ

New Update
વલસાડ : IPL શરૂ થતાં જ સટ્ટાબાજી શરૂ, સીટી પોલીસે સટ્ટો રમાડતાં 3 બુકીઓની કરી ધરપકડ

વલસાડના નાનાટાઈવડ પાનીવાડ પાસે રહેતા આરીફ અહમદ શરીફ ચીખલીયા જે પોતાના મકાનના છત પર દુબઇમાં રમાઈ રહેલ આઇપીએલ ક્રિકેટ મેચ પર આજરોજ રમાઈ રહેલ ચૈનાઈ સુપર કિંગ્સ વર્સીસ રાજેસ્થાન રોયલ્સ ટિમ પર સટ્ટો રમાડતા હોવાની વલસાડ પોલીસને બાતમી મળી હતી. જે બાતમીના આધારે વલસાડ ડી.સ્ટાફની ટીમે છાપો મારી કરતા આરીફ ચીખલીયા અને અન્ય બે બુકીઓ રંગેહાથે સટ્ટો રમાડતા પોલીસના હાથે ઝડપાઇ ગયા હતા.

પોલીસે પકડાયેલ અન્ય આરોપીમાં ઇમરાન ઉર્ફે લાંબો મહંમદ મન્સૂરી જે રહે ધોભીતળાવ પક્ષીમ પાર અને સુનિલ ભીખુભાઈ કુકના રહે ધોભીતળાવની ધરપકડ કરી હતી. પોલીસે પકડાયેલ બુકીઓ પાસેથી  8 જેટલા મોબાઈલ ફોન, બે વાહન, એક ટીવી સહિત 3હજાર રોકડ રૂપિયા કબજો મેળવી આગળની તપાસ હાથધરી છે.

Latest Stories