/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/10/maxresdefault-241.jpg)
વલસાડ નગરપાલિકાની સામાન્યસભામાં ત્રણ સભ્યો કેદીના વેશમાં આવતાં અન્ય સભ્યોમાં કુતુહલ સર્જાયું હતું. સભ્યપદ રદ કરવાના વિરોધમાં તેઓ કેદીનો વેશ પહેરીને આવ્યાં હતાં.
વલસાડ નગરપાલિકા ની સામાન્ય સભામાં વિપક્ષ અને શાસક પક્ષ એક દરખાસ્તના મુદ્દે આમને સામને આવી ગયા હતા તો બીજી તરફ 3 સભ્યોએ કેદીના કપડાં પહેરી સભામાં આવીને અનોખો વિરોધ કર્યો હતો તો બીજી તરફ કોંગ્રેસી સભ્યો દ્વારા વોકઆઉટ કરી વિરોધ કર્યો હતો. વલસાડ નગરપાલિકાની સામાન્યસભામાં આજે કઇક અલગ દ્રશ્યો જોવા મળ્યાં હતાં. .જેમાં પાલિકાના શાસક પક્ષના સભ્ય ઉજેશ પટેલ, યશેષ માલી, અને રાજેશ પટેલ કેદીના કપડાં પહેરીને આવ્યાં હતાં.. આ 3 સભ્યોના સભ્યપદ રદ કરવા માટે આજરોજ નિયામકમાં સુનાવણી હોવા છતાં સામાન્ય સભા રાખવામાં આવતાં તેમણે અનોખી રીતે વિરોધ કર્યો હતો. બીજી તરફ એજન્ડાના કામો શરૂ ના કરતા શાસક પક્ષ અને વિરોધ પક્ષ આમને સામને આવી ગયા હતા.. જેને લઈને સમગ્ર મામલે કોંગ્રેસી સભ્યો દ્વારા વોકઆઉટ કરવામા આવ્યો હતો...એજન્ડા માં 51(3) ની દરખાસ્ત ના ચર્ચા ના મામલે પ્રમુખ દ્વારા ઉગ્ર રજુઆત કરવામાં આવી હતી...