/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2017/04/unnamed-12.jpg)
વલસાડ જિલ્લાની સામાજિક સેવા સંસ્થાન ઉમિયા સોશ્યલ ટ્રસ્ટ અને વલસાડ રકતદાન કેન્દ્રના સહયોગથી જિલ્લાના રકતદાતાઓ માટે ઉપયોગી થઇ શકે તેવી અને હાલમાં વલસાડ જિલ્લાથી શરૂ કરી સમગ્ર રાજયમાં વિસ્તારવાના નેમ સાથે બનાવેલ www.redtolive.org નામની વેબસાઇટનું વલસાડ રકતદાન કેન્દ્ર ખાતે મદદનીશ કલેકટરના હસ્તે લોન્ચિંગ કરાયું હતું.
મદદનીશ કલેકટર અનન્યાદાસે આ વેબસાઇટ બનાવનાર આઇ. ટી. એન્જિનિયર મનોજભાઇ આહુજાને માનવજીવન માટે ઉપયોગી એવી વેબસાઇટ માટે અભિનંદન આપતાં જણાવ્યું હતું કે, બ્લડની જરૂરિયાત સામે સપ્લાય ઓછો છે ત્યારે આ વેબસાઇટના માધ્યમથી રકતની જરૂર છે તેવા દર્દીને અને જે રકતદાન કરવા ઇચ્છતા હોય તેવા વ્યકિતને યોગ્ય સમયે યોગ્ય વ્યકિત મળી શકશે. જેથી દર્દીને પણ સમયસર લોહી મળતા તેની જીંદગી પણ બચી જાય.
આ પ્રસંગે મનોજભાઇ આહુજાએ ડેમોસ્ટ્રેશન દ્વારા જણાવ્યું હતું કે, વ્યકિતએ રજીસ્ટ્રેશન કરવા માટે તેમનું નામ, સરનામું, મોબાઇલ નબર અને જે તે વિસ્તારનો પીનકોડ વગેરેની નોંધણી કરવાની રહેશે। જેથી જે વ્યકિતને લોહીની જરૂર હશે તે વ્યકિત વેબસાઇટ પર જઇ બ્લડ ગૃપ અને જે તે વિસ્તારનો પીનકોડ નાંખશે એટલે તેમને જે તે વિસ્તારના રકતદાતાઓની માહિતી મળી રહેશે।