/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2020/11/23222018/news-thumbnel.jpg)
વલસાડ જિલ્લાની જાણીતી અતુલ કંપની માંથી 9 એસી ચોરીનો ગુનાનો ભેદ વલસાડ રૂરલ પોલીસે ઉકેલી કાઢ્યો હતો કંપની માંજ કામ કરતા યુવકે 3 મહિના પેહલા કરી હતી ચોરી
વલસાડના અતુલ ખાતે આવેલ અતુલ કંપનીના પૂર્વે ભાગે નવી બની રહેલા યુનિટમાં 3 મહિના પેહલા 9 એસીની ચોરી થઇ હતી. જેને લઈને વાસદ રૂરલ પોલીસ દ્વારા સમગ્ર મામલે તપાસ હાથ ધરી હતી. જેને આધારે નીલ પટેલ કે જે કંપનીમાં જ કરે છે જેના ઘરે આ ચોરીના એસી હોવાની બાતમી વલસાડ રૂરલ પોલીસને મળી હતી. જેને લઈને નીલ ઈશ્વર ભાઈ પટેલના ઘરે તપાસ કરતા ચોરી થયેલ 9 એસી પૈકી 2 એસી મળી આવ્યા હતા. જેતે સમયે લોકડાઉનનું લાભ લઇ, અને અતુલ કંપનીમાં જેતે સમયે 80% કામદારો કોવિડ-19 ના નિયમ મુજબ રજા પર હોય અને જે સમયે આરોપી નિલ પટેલ ચાલુ નોકરીએ હોય તેણે ચોરી કરવાનું કાવતરું ગઢયું હતું, આરોપી નિલે કંપનીના પૂર્વ ભાગે બની રહેલ નવા યુનિટ ઓફીસમાં નખવા માટે મંગાવેલ 9 જેટલા A.C યુનિ ને ઈરાદા પૂર્વક ચોરી કરી હતી, જ્યાં તેણે 7 A.C કોઈને વેચી દીધા હતા અને 2 એસી એના ઘરમાં પડ્યા હતા. વલસાડ રૂરલ પોલીસ ટીમને મળેલ બાતમીના આધારે આરોપી સુધી પોહચી વેચેલા 7 AC કબજો મેળવી અને બાકીના 2 AC આરોપીના ઘરમાંથી મળી કુલ 9જેટલા A C સાથે આરોપીની ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી છે.