વલસાડ:ધરમપુરમાં આંગડિયા પેઢીમાં લૂંટના ઇરાદે આવેલ લૂંટારુંને સ્થાનિક લોકોએ પકડી પાડ્યા

New Update
વલસાડ:ધરમપુરમાં આંગડિયા પેઢીમાં લૂંટના ઇરાદે આવેલ લૂંટારુંને સ્થાનિક લોકોએ પકડી પાડ્યા

વલસાડ જિલ્લાના ધરમપુર ખાતે આવેલ એક આંગડિયા પેઢીમાં લૂંટના ઇરાદે આવેલ લૂંટારુંને સ્થાનિક લોકોએ પકડી પાડ્યા હતા. આ લૂંટની સમગ્ર ઘટના દુકાનમાં લાગેલ સીસીટીવીમાં કેદ થઈ હતી.

વલસાડ જિલ્લાના ધરમપુરમાં આવેલ લવજી ગલીમાં એક આંગડિયા પેઢીમાં લૂંટના ઇરાદે લૂંટારુઓ પ્રવેશ્યા હતા. આ ઘટનાને લઈને આંગડિયા સંચાલક સતર્ક થઈ જતા હથિયાર કાઢવા જતા બંને આરોપીઓ ભાગવા નો પ્રયાસ કર્યો હતો. જેને લઈને માલિક દ્વારા બુમાબુમ કરતા બંને આરોપીઓને સ્થાનિકોને પકડી પાડ્યા હતા. સમગ્ર ઘટનાને લઈને પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ દ્વારા બંને આરોપીની ધરપકડ કરવામાં આવી છે અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. 2 પિસ્તોલ અને એક છરો જેવા ઘાતક હથિયારો પોલીસ દ્વારા કબ્જે કરવામાં આવ્યા હતા.

Latest Stories