વલસાડના યુવાઓ માટે સાઇબર ક્રાઇમ અવેરનેસ ડ્રાઇવ યોજાઇ

New Update
વલસાડના યુવાઓ માટે સાઇબર ક્રાઇમ અવેરનેસ ડ્રાઇવ યોજાઇ

રોટરી કલબ ઓફ વલસાડ દ્વારા જિલ્લા પોલીસ વિભાગના સહયોગથી એન.કે.દેસાઇ સાયન્‍સ કૉલેજ તથા બીલીમોરાની વી.એસ. પટેલ કૉલેજના વિદ્યાર્થીઓ માટે સાઇબર ક્રાઇમ અવેરનેસ ડ્રાઇવ અંતર્ગત ઓનલાઇન સેમિનારનું આયોજન કરાયું હતું.

જેમાં પી.એસ.આઇ. એન.ટી.પુરાણીએ સાઇબર ક્રાઇમના પ્રકારો અને તેનાથી કેવી રીતે સાવધાની રાખવી તે અંગે પ્રેઝન્‍ટેશન થકી વિસ્‍તૃત સમજણ આપી હતી. કોઇપણ પ્રકારની છેતરપિંડી થઇ હોય તો ૧૦૦ નંબર ઉપર તાત્‍કાલિક જાણ કરવા જણાવ્‍યું હતું. તેમણે વિદ્યાર્થીઓ સાથે પ્રશ્‍નોત્તરી કરી તેમની મૂંઝવણો દૂર કરતા જવાબો આપ્‍યા હતા. રોટરી કલબના પ્રમુખ રાજેશ પટેલે સ્‍વાગત પ્રવચનમાં સૌને આવકારી આજના સમયમાં ઓનલાઇન પેમેન્‍ટ વધી રહયું છે, ત્‍યારે તે અંગે જાગૃતિ લાવવાની જરૂરિયાત સમજાવી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન રોટરી કલબના દીપેશ શાહે જ્‍યારે રોટરેકટ સેક્રેટરી શૈલજા મુફતીએ આભારદર્શન કર્યું હતું.

Latest Stories