વાઇબ્રન્ટ ગુજરાત નવરાત્રી મહોત્સવની ઉજવણીનું રિહર્શલ યોજાયુ

New Update
વાઇબ્રન્ટ ગુજરાત નવરાત્રી મહોત્સવની ઉજવણીનું રિહર્શલ યોજાયુ

ગુજરાત સરકાર દ્વારા વાઇબ્રન્ટ નવરાત્રીની ભવ્ય ઉજવણી કરવામાં આવે છે, અને નવ દિવસ દરમિયાન યોજાનાર આ ઉત્સવનું ખેલૈયાઓ દ્વારા ગ્રાન્ડ રિહર્શલ કરવામાં આવ્યું હતુ.

ગુજરાત યુનિવર્સિટી ગ્રાઉન્ડ ખાતે તારીખ 21 થી 29મી સપ્ટેમ્બર દરમિયાન રાજ્ય સરકાર દ્વારા વાઇબ્રન્ટ નવરાત્રી મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યુ છે.

તારીખ 20મી સપ્ટેમ્બરની સાંજે વાઇબ્રન્ટ નવરાત્રીનું ગ્રાન્ડ રિહર્શલ ખેલૈયાઓ દ્વારા કરવામાં આવ્યુ હતુ.તારીખ 21મી નવરાત્રીનાં પ્રથમ દિવસ ગુરુવારે સાંજે જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિત મંત્રીઓ તેમજ આમંત્રિતોની ઉપસ્થિતિમાં વાઇબ્રન્ટ નવરાત્રી મહોત્સવનો પ્રારંભ થશે.

Latest Stories