/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2017/09/Mosam-Gam-Food-Poision-Photo-01.jpg)
વાગરાનાં મોસમ ગામે એક કાર્યક્રમમાં બપોરનું જમણ ગામ લોકોએ લીધુ હતુ. પરંતુ વધેલા દાળ - ભાતને સાંજે જમતા કેટલાક લોકો ખોરાકી ઝેરની અસરનો શિકાર બનતા આરોગ્ય તંત્ર દોડતુ થઈ ગયુ હતુ.
વાગરાનાં મોસમ ગામમાં જમણવારનો પ્રોગ્રામ હતો.તેમાં લોકો જમ્યા બાદ કેટલાક લોકો વધેલા દાળ - ભાત ઘરે લઈ ગયા હતા.જેને રાતના સમયે આરોગતા 16 જેટલા લોકોને મોડી રાતે ઝાડા-ઉલ્ટી થવા લાગ્યા હતા.
/connect-gujarat/media/post_attachments/wp-content/uploads/2017/09/Mosam-Gam-Food-Poision-Photo-02-1024x576.jpg)
આરોગ્ય વિભાગને જાણ થતા આરોગ્યની ટીમ દોડી આવીને સારવાર આપી હતી.જ્યારે 11 જેટલા દર્દીઓને વાગરા આરોગ્ય કેન્દ્રમાં ખસેડવામાં આવ્યા હતા.
આ અંગે તાલુકા હેલ્થ ઓફિસર ડો. સીંગનો સંપર્ક કરતા તેમને જણાવ્યુ કે સ્થળ પર જ 5 દર્દીઓની સારવાર કરવમાં આવી હતી.જ્યારે 11 દર્દીઓને પ્રાથમિક સારવાર આપ્યા બાદ વાગરા આરોગ્ય કેન્દ્રમાં રીફર કર્યા હતા.અને હાલ પરિસ્થિતિ કંટ્રોલ હેઠળ હોવાનુ જણાવ્યુ હતુ.