/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/06/02.jpg)
આદિજાતિ રાજ્યમંત્રી રમણલાલ પાટકરે સફળ કારકિર્દીની શુભકામના પાઠવી
વલસાડ જિલ્લાના વી.આઇ.એ. હોલ વાપી ખાતે શિવમ નૃત્ય કલ્ચર એકેડમી દ્વારા એડવોકેટ શૈલેષભાઇ મહેતાની દીકરી શૈવીના આરંગેત્રમનો કાર્યક્રમ યોજાયો હતો.
આ અવસરે વન અને આદિજાતિ રાજ્યમંત્રી રમણલાલ પાટકરે વિશેષ ઉપસ્થિત રહી નાટ્યકલા ક્ષેત્રે આગળ ડગ માંડીરહેલી કુ.શૈવીને સફળ કારકિર્દીની શુભકામના પાઠવી હતી. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, કલા દરેકને નથી મળતી, કલા શીખવા માટે એકાગ્ર મન અને શાંત ચિત્ત હોવું જરૂરી છે.
આ અવસરે કપિલ સ્વામી, બ્રહ્માકુમારીના રશ્મિકા દીદી સહિત અનેક મહાનુભાવોએ કુ. શૈવીને સફળ કારકિર્દી માટે શુભેચ્છાઓ પાઠવી હતી. એડવોકેટ શૈલેષભાઇ મહેતાએ સ્વાગત પ્રવચનમાં સૌને આવકાર્યા હતા.આ અવસરે અગ્રણી મિલનભાઇ દેસાઇ, સુધીરભાઇ સાવલીયા, મહેશભાઇ ભટ્ટ, પ્રકાશભાઇ ભદ્રા, શૈલેષભાઇ મહેતાના પરિવારજનો-સ્નેહીસંબધિઓ, નગરજનો હાજર રહ્યા હતા.