વાલિયાની જવાહર નવોદય વિદ્યાલય ખાતે ક્ષેત્રીય સાંસ્કૃતિક સંમેલન યોજાયુ

New Update
વાલિયાની જવાહર નવોદય વિદ્યાલય ખાતે ક્ષેત્રીય સાંસ્કૃતિક સંમેલન યોજાયુ

ભરૂચ જિલ્લાનાં વાલિયા તાલુકાનાં રૂપનગર ધારોલી ખાતે આવેલી જવાહર નવોદય વિદ્યાલય ખાતે તારીખ 11 અને 12 ડિસેમ્બરનાં રોજ ક્ષેત્રીય સાંસ્કૃતિક સંમેલનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતુ.

publive-image

આ સંમેલનમાં ગુજરાત, મહારાષ્ટ્ર, ગોવા, દિવ દમણનાં 500 જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લઈને ચિત્રકલા પ્રદર્શની, સંગીત, નૃત્ય અને નાટક પ્રસ્તૃત કરીને ઉપસ્થિત સૌને મંત્રમુગ્ધ કરી દીધા હતા.

આ પ્રસંગે ચિત્રકલા પ્રદર્શનીનાં ઇન્ચાર્જ આર્ટ ટીચર એન.વી.સરૈયા, નંદુરબારનાં રવિ ટંડેલ, સત્યેન ભારતી, અને કમાન્ડિંગ ઓફિસર તરીકે ડી.એચ.પટેલ, જે.એન.વી નર્મદાનાં આચાર્ય શ્રીમતી સેફાલી સિંઘ, આચાર્ય વી.સી.ભટ્ટ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.

publive-image

સમગ્ર કાર્યક્રમનું સંચાલન અનીસા સેબ અને પ્રોગ્રામ ઇન્ચાર્જ તન્મય મિશ્રાનું મહત્વનું યોગદાન રહ્યુ હતુ.

બે દિવસનાં ક્ષેત્રીય સાંસ્કૃતિક સંમેલન દરમિયાન મ્યુઝિયમ કોર્નર અને બોટનિકલ ગાર્ડનનું પ્રદર્શન સૌ કોઈ માટે વિશેષ આકર્ષણનું કેન્દ્ર બન્યુ હતુ.

Latest Stories