૧. ગાંધીજીએ બાળપણમાં ચોરી કરી હતી. સ્વર્ગમાં સજા કરવા અંગે કમિટી બેઠી. બધાએ સર્વાનુમતે નક્કી કર્યું કે ગાધીજીને ઉકળતાં તેલમાં નાખવા કે હાથ કાપવા જેવી સજિ તો ન થાય... તો શું કરવું?...લાબા વિચારો અને મનોમંથન પછી નક્કી થયું કે, ગાધીજીને સજાસ્વરૂપે બધી ગુજરાતી ફિલ્મો ફરજીયાત જોવી......ગાધીજી સજા સાભળી બેહોશ થઈ ગયાં. ( હાલમાં કોઇએ બંધબેસતી પાઘડી પહેરવી નહીં, પહેરવી હોય તો ખુલાસો માગવા માટે વિનોદ ભટ્ટ નો રુબરુ સંપર્ક કરવો.)
૨. એક દિવસ સ્વપ્નું આવ્યું કે ઇન્કમટેક્સ સર્કલ પર ગાંધી નુ પૂતળું જીવંત થાય તેમ છે. ગાધીજીના કાનમાં બાળકના દૂધ પીવાની શીશીમાંથી દૂધ રેડવું, વિનોદભાઈ એ તેમના કાનમાં દૂધ રેડ્યુ, એટલે પૂતળું સહેજ હાલ્યુ. ગાધીજીના હાથમાં રહેલી લાકડી પડી ગઈ એટલે સહેજ નમીને લાકડી આપવા ગયાં, તો બાપુએ કહ્યું, રહેવા દે....જા બંદૂક લઈ આવ......
આ જ વિનોદ ભટ્ટે જ ચાર્લી ચેપ્લિન અને ચોખેવનો પરિચય કરાવ્યો હતો. તે સમયે પહેલાં પેજ પર ચંદ્રકાન્ત બક્ષી અને છેલ્લા પાને વિનોદ ભટ્ટ.... બંને વિરોધાભાસમાં આપણું વાચન પૂરું.... ભલે બંને નથી, પણ એ વાત તો ચોક્કસ કે સ્વર્ગના દરવાજે બક્ષી ગયાં હશે, અને પુછ્યું હશે કે હજી પણ ગુજરાતીમાં નબળા કટાક્ષ લેખો ચાલે છે?....વિનોદ ભટ્ટે પણ કહ્યું હશે કે બક્ષી બાબુ,
સ્વર્ગમા મને સજા થઈ છે કે તમારી જોડે જ રુમ શેર કરવાનો છે........
ભાવાંજલિ,
દેવલ શાસ્ત્રી.