વિરાટ અનુષ્કાને શુભેચ્છા પાઠવતા પીએમ મોદી

New Update
વિરાટ અનુષ્કાને શુભેચ્છા પાઠવતા પીએમ મોદી

વિરાટ કોહલી અને અનુષ્કા શર્માને આશિર્વાદ આપવા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગ્રાન્ડ રિસેપ્શનમાં હાજરી આપી હતી. રિસેપ્શનમાં પીએમ નરેન્દ્ર મોદીએ વિરાટ અને અનુષ્કાને શુભેચ્છા પાઠવી હતી.

આ રિસેપ્શનનું આયોજન દિલ્હીની તાજ હોટલમાં કરવામાં આવ્યુ હતું.રિસેપ્શનમાં અનેક મોટી હસ્તિઓ પણ પહોંચી હતી. ત્યાં વિરાટ અને અનુષ્કા બન્ને આકર્ષક લુકમાં નજર આવ્યા હતા.

પીએમ મોદીએ નવયુગલને ગુલાબનું ફૂલ આપીને શુભેચ્છા પાઠવી હતી. જો કે 26 ડિસેમ્બરે મુંબઈમાં પણ એક ભવ્ય રિસેપ્શન પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ટીમ ઇન્ડિયાનાં ખેલાડીઓ ઉપરાંત ફિલ્મી દુનિયાની હસ્તીઓ પણ ઉપસ્થિત રહેશે.

Latest Stories