/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2018/06/2_4_1529547108.jpg)
21 જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે જાહેર કરવાનો પ્રસ્તાવ યુનેસ્કોમાં મુકાતાં 2015માં પહેલો યોગ દિવસ ઉજવાયો હતો
આજે વિશ્વ યોગ દિવસની દેશ અને દૂનિયામાં વહેલી સવારથી જ ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચોથા આંતરરાષ્ટ્રીય યોગ દિવસે દેહરાદૂનમાં હાજરી આપી હતી. અહીં તેમણે ફોરેસ્ટ રિસર્ચ સેન્ટરના મેદાનમાં અંદાજે 50,000 લોકો સાથે યોગાભ્યાસ કર્યો હતો. આ પહેલાં આ કાર્યક્રમમાં મોદીએ યોગનું મહત્વ સમજાવતા જણાવ્યું હતું કે, યોગ દેશ અને દુનિયાના દરેક ખુણામાં શરીર અને સમાજને જોડવાનું કામ કરે છે.
વડાપ્રધાને યુનાઈટેડ નેશનમાં યોગ દિવસનો પ્રસ્તાવ મુક્યો હતો. જે ખૂબ ટૂંક સમયમાં મંજૂર કરી દેવામાં આવ્યો હતો. જેના પગલે વર્ષ 2015માં પહેલો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ મનાવવામાં આવ્યો હતો. તેમાં પીએમ મોદીએ દિલ્હી રાજપથ પર યોગાસન કર્યા હતા. ત્યારપછી ચંદીગઢ અને લખનઉમાં પણ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. ચોથા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી પીએમ મોદીએ દેહરાદૂનમાં કરી છે.
આજે અહીં વડાપ્રધાનની સાથે ઉત્તરાખંડના રાજ્યપાલ કે.કે. પૌલ, મુખ્યમંત્રી ત્રિવેન્દ્ર રાવત, કેન્દ્રીય આયુષ મંત્રી હરક સિંહ રાવત પણ હાજર છે. યોગ દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સમગ્ર દુનિયાના યોગ પ્રેમીઓને યોગ દિવસની શુભેચ્છા પાઠવી હતી.