વોડાફોનના નેટવર્કથી થઇ શકશે અનલિમિટેડ કોલિંગ 

New Update
વોડાફોનના નેટવર્કથી થઇ શકશે અનલિમિટેડ કોલિંગ 

વોડાફોન ઇન્ડિયા એ શુક્રવારના રોજ તેના પ્રીપેઇડ ગ્રાહકો માટે અમર્યાદિત વોઇસ કોલિંગ સાથે બે નવા પેકની જાહેરાત કરી હતી.

વોડાફોન ઇન્ડિયાના મુખ્ય વાણિજ્યિક અધિકારી સંદીપ કટારિયાએ એક નિવેદનમાં જણાવ્યુ હતુ કે "અમે તાજેતરમાં સમગ્ર ભારતમાં લાગતા નેશનલ રોમિંગ મુક્ત કર્યા હતા અને હવે આ અનલિમિટેડ કોલિંગ યોજનાઓ સાથે ગ્રાહકોને વધુ લાભ મળી રહે તેવા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.

પહેલા પેક અનુસાર રૂ 144-149 માં વોડાફોન ધારકો માટે 50 MB સાથે અમર્યાદિત લોકલ તેમજ STD કોલ થશે તેમજ 4G વપરાશકર્તાઓ માટે નેશનલ રોમિંગ પરના કોલ અનલિમિટેડ ફ્રી અને 300 MB ડેટા આપવામાં આવશે.

બીજા પેક પ્રમાણે રૂ 344-349 માં સમગ્ર દેશમાં 50 MB સાથે તમામ મોબાઇલ અને લેન્ડલાઇન પરના STD અને લોકલ કોલ અમર્યાદિત થશે સાથે સાથે 4G વપરાશકર્તાઓ માટે નેશનલ રોમિંગ પરના કોલ અનલિમિટેડ ફ્રી અને 1 GB ડેટા આપવામાં આવશે.

આ બને પેક ની સમય મર્યાદા 28 દિવસની રહેશે.

ઉલ્લેખનીય છે કે રિલાયન્સ જીઓ દ્વારા ફ્રી ઇન્ટરનેટ સર્વિસ આપવામાં આવી રહી છે જેને પગલે બીજા મોબાઈલ નેટવર્કિંગ કંપનીઓ દ્વારા પણ બજારમાં પોતાનું સ્થાન મજબૂત રાખવા માટે ઓછા ભાવે વધુ ડેટા અને સેવાઓ નવા પેકના સ્વરૂપમાં આપવામાં આવી રહી છે.

Latest Stories