/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2018/06/maxresdefault-60.jpg)
નર્મદા જિલ્લામાં યોજાયેલા શાળા પ્રવેશોત્સવ પ્રસંગે શિક્ષકોનો ઉધડો લેતા સાંસદ
રાજ્યભરમાં શરૂ થયેલા શાળા પ્રવશોત્સવના પ્રારંભે જ ભરૂચનાં સાંસદ મનસુખ વસાવાએ તોફાની શાબ્દિક બેટિંગ કરી હતી. નર્મદામાં શાળાના શિક્ષકો જ વધુ દારૂ પીવે છે અને જુગાર રમે છે તેવું નિવેદન આફ્યું હતું. સાથે એમ પણ કહ્યું કે, આગેવાનોના ગામમાં શિક્ષણ કથડયું છે.
ભાજપના ભરૂચના ફાયરબ્રાન્ડ સાંસદ અને મોદી સરકારના પૂર્વ મંત્રી મનસુખ વસાવાએ આજે શાળા પ્રવેશોત્સવના પ્રસંગે શિક્ષણના નીચા જતા સ્તર સંદર્ભે ટકોર કરી હતી. માત્ર એટલું જ નહીં પરંતુ નર્મદામાં સૌથી વધુ દારૂ શિક્ષકો જ પીવે છે તેવું પણ જણાવ્યું હતું. આંકડા જુગાર પણ શિક્ષકો જ વધુ રમે છે તેવું જુગાર સંચાલકો જણાવતા હોવાનું નિવેદન આપ્યું હતું.
જોકે નર્મદા જિલ્લાનું પરિણામ હંમેશા નીચું આવતું હોય જેને લઈને સુધારાના કેટલાય નિષ્ફળ પ્રયાસો વહીવટી તંત્ર દ્વારા કરાયા પણ સફળતા ના મળતા સાંસદ અકળાયા છે. શિક્ષણ વિભાગ, શિક્ષકોની કામગીરી સામે બળાપો કાઢી આજે પ્રવેશઉત્સવમાં જ આડેહાથ લીધા હતા. જો શિક્ષકો પોતાની જવાબદારીથી કામ કરે તો પરિણામ ચોક્કસ સુધારે એવી ટકોર પણ કરી છે.
શાળા પ્રવેશોત્સવના પ્રારંભે પહેલી શાળામાં જ સાંસદ મનસુખ વસાવાએ જિલ્લામાં કથળી રહેલા શિક્ષણ સંદર્ભે આકરા પ્રહારો કર્યા હતા. સરકારી શાળાઓમાં શિક્ષણ કથળતા વિદ્યાર્થીઓ ઉંચી ફી ચૂકવી ખાનગી શાળાઓમાં ભણવા જાય છે. શિક્ષકોને ટકોર કરતાં ખાનગી શાળા કરતા સરકારી શાળાના શિક્ષકોને વધુ પગાર મળે છે. ત્યારે આવા સંજોગોમાં સરકારી હાઈસ્કૂલો બંધ થવાના આરે છે.