/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2017/10/eb52ef76-ee7c-42f7-b533-3d6d4f939e7a.jpg)
વડોદરા જિલ્લાનાં શીનોર તાલુકામાં નર્મદા નદીનાં કિનારે વસેલા બરકાલ ગામનાં સહકાર થી શ્રી પંચદેવ આશ્રમ દ્વારા તારીખ 6 થી 12 નવેમ્બર રવિવાર સુધી બપોર 1 વાગ્યા થી 5 વાગ્યા સુધી શ્રી શિવમહાપુરાણ ( સંગીતમય ) કથાનું ધર્મભીનું આયોજન કરવામાં આવ્યુ છે.
બાળયુવા સંસ્કાર સિંચન અર્થે તેમજ સુખ શાંતિ માટે આયોજીત શ્રી શિવમહાપુરાણ કથામાં બ્રહ્મલીન સંત સદ્દગુરુ પ.પૂ.બ્રહ્મજ્ઞાની શ્રી રમણમહારાજનાં સુપુત્રો પૂ.શ્રી ભાગવતાચાર્ય વિશુધ્ધ મહારાજ ચાર સંત સહોદર ભાઈઓનાં શ્રીમુખે સંગીતમય કથાનો લ્હાવો લેવા માટે ધર્મપ્રેમી જનતાને બરકાલ ગામ દ્વારા આમંત્રણ પાઠવવામાં આવ્યુ છે.
/connect-gujarat/media/post_attachments/wp-content/uploads/2017/10/Katha-768x1024.jpg)
કથાનાં સપ્તાહમાં પૂ.શ્રી ભાગવતાચાર્ય વિશુધ્ધ મહારાજ કથાનું રસપાન કરાવશે. જ્યારે ગળામાંથી સંગીતમય વાજીંત્રો - ઝાંઝરનાં અવાજો સાથે પૂ.શ્રી આનંદ મહારાજ અને સરસ્વતી મહારાજ સંગીતમય ધૂન - ભજનની રમઝટ બોલાવશે. કથામાં વિવિધ ઉત્સવોની ઉજવણી પણ કરવામાં આવશે. અને કાશી બનારસનાં વિધવાન કર્મકાંડ આચાર્ય શ્રી અંબરીશ મહારાજ દ્વારા પૂજા અર્ચન અને વેદમંત્રનું ગાન કરવામાં આવશે.
પાવન કથાનો લ્હાવો લેવા માટે શ્રી શિવ મહાપુરાણ કથા જ્ઞાન યજ્ઞ સમિતિ તેમજ શ્રી પંચદેવ આશ્રમ બરકાલ દ્વારા ધર્મપ્રેમી જનતાને આમંત્રણ પાઠવવામાં આવ્યુ છે.