સજોદ ગામની નહેર પાસેથી વિદેશી દારૂના જથ્થા સાથે લબરમૂછિયાને ઝડપી પાડતી ભરૂચ LCB

New Update
સજોદ ગામની નહેર પાસેથી વિદેશી દારૂના જથ્થા સાથે લબરમૂછિયાને ઝડપી પાડતી ભરૂચ LCB

ભરૂચ LCB પોલીસે સજોદ ગામની નહેર પાસેથી વિદેશી દારૂના જથ્થા સાથે લબરમૂછિયાને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અંકલેશ્વર તાલુકાના સજોદ ગામના નવા સરકારી દવાખાના પાછળ ખુલ્લી જગ્યામાં નહેર પાસે કુખ્યાત બુટલેગર પ્રજ્ઞેશ નરેશભાઈ પટેલ સેન્ટ્રો કારમાં લાવી વેપલો ચલાવે છે. જેવી બાતમીના આધારે ભરૂચ એલસીબી પોલીસે દરોડો પાડતા કુખ્યાત બુટલેગર પોલીસે જોઈને ફરાર થઇ ગયો હતો.

પોલીસે સ્થળ પરથી વિદેશી દારૂના જથ્થા સાથે લબરમૂછિયાને ઝડપી પાડી તેના પાસેથી વિદેશી દારૂની 6 નંગ બોટલ અને એક્ટિવા ગાડી તેમજ એક મોબાઈલ ફોન મળી કુલ 33 હજારથી વધુનો મુદ્દામાલ કબ્જે કરી અંકલેશ્વર તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી પોલીસે પ્રોહિબિશન એક્ટ અંગેનો ગુનો નોંધી ફરાર બુટલેગરને ઝડપી પાડવાના ચક્રોગતિમાન કર્યા છે.

Latest Stories