/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/08/XCVCX.jpg)
ભરૂચ જીલ્લાના ઝઘડીયા તાલુકાના રાજપારડી વણાકપોર વચ્ચેના રોડ ઉપર સતત વરસી રહેલા વરસાદના પગલે ઘટાદાર વડનું વર્ષો જુનું વૃક્ષ ગત રાત્રિના સમયે ધરાસાયી થતા વાહનવ્યવહાર ખોરવાયો હતો.
વડના વૃક્ષની ડાળીઓ બાજુમાંથી પસાર થતી વિજલાઇન પર પડતા ૧ વિજપોલ પણ તુટતા ૪ ગામોમાં વિજ પુરવઠો ખોરવાયો હતો. જોકે રાજપારડી વિજ વિભાગ દ્વારા તાકીદે સમારકામ હાથ ધરતા સાંજસુધીમાં વિજળીનો પુરવઠો કાર્યરત બનવાની શકયતાઓ છે. રાજપારડીથી વણાકપોર જતા વચ્ચે આવતા મધુમતી ખાડીના પુલ પાસે માર્ગની સાઇડ પર આવેલ વડનું વર્ષો જુનું વૃક્ષ સતત વરસાદના પગલે ધરાસાયી થતાં રાજપારડીથી વણાકપોર,ભાલોદ,પિપધરા,તરસાલી ગામોના વાહન ચાલકો અટવાયા હતા.
જોકે વાહન ચાલકોએ રોડની સાઇડમાંથી અવરજવર કરવા ફરજ પડી હતી. વૃક્ષની ડાળીઓ વિજલાઇનઉ પર પડતા વણાકપોર,પિપદરા,કૃષ્ણપરી તેમજ રાજપારડી ગામના અડધા ઉપરાંત વિસ્તારમાં વિજળીનો પુરવઠો ખોરવાઇ જવા પામ્યો હતો. વિજળી ડુલ થતા વિજ કંપનીના કર્મચારીઓએ તાકીદે સમારકામ હાથધરીને વિજળીનો પુરવઠો કાર્યરત કરવા જહેમત ઉઠાવી હતી.ઉલ્લેખનીય છે કે, આ વડનું વૃક્ષ વર્ષો જુનું હોઇ તેની ડાળીઓ પર મધમાખીઓએ મધપુડા બનાવી દેતા માર્ગ પર પડેલા વૃક્ષને ખસેડવાના કાર્યમાં વિલંબ થયો હતો.