/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2016/12/ravi-shankar-prasad-pti_650x400_41471740906.jpg)
સરકાર દ્વારા ટૂંક સમયમાં નાગરિકોના સશક્તિકરણ તેમજ દેશમાં ડિજિટલ અર્થતંત્રના ધ્યેયને પ્રાપ્ત કરવા વર્લ્ડ ક્લાસ ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાથે 100 ગામોનો વિકાસ કરવામાં આવશે તેમ ઈલેક્ટ્રોનિક્સ અને આઈટી પ્રધાન રવિશંકર પ્રસાદે જણાવ્યુ હતુ.
આ સાથે ઈ-ગવર્નન્સના પ્રોત્સાહન માટે નેશનલ ઇન્ફર્મેટિક્સ સેન્ટર(NCI) દ્વારા ઈલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રાલય હેઠળ વિજ્ઞાન ભવન ખાતે આયોજીત એક કાર્યક્રમમાં પ્રસાદે 8 કેટેગરીમાં 28 વિજેતાઓને "ડિજિટલ ભારત એવોર્ડ 2016" એનાયત કરવામાં આવ્યા હતા.
વધુમાં જણાવતા પ્રસાદે કહ્ય હતુ કે સરકાર ડિજિટલ ગામોના ધ્યેય પર કામ કરી રહી છે જેમાં ગામોને ઇન્ફ્રાસ્ટ્રક્ચર, શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રમાં વૈશ્વિક કક્ષાની સુવિધાઓથી સજ્જ કરવામાં આવશે.
આ પ્રસંગે રાજ્યના આઇટી અને લો ના પ્રધાન પી પી ચૌધરીએ ઔપચારિક પણે સરકારી સેવાઓ માટેના પોર્ટલ https://services.india.gov.in/ ની શરૂઆત કરી હતી. જેનો મુખ્ય હેતુ સિંગલ વિન્ડો એક્સેસ થી વિવિધ સરકારી વિભાગો દ્વારા અપાતી સેવાઓનો લાભ લોકો સુધી પહોંચાડવાનો છે.
રવિશંકર પ્રસાદે આગામી વર્ષે "ડિજિટલ એવોર્ડ" ની કેટેગરીમાં વધુ 3 કેટેગરી ઉમેરવાની NIC ને ભલામણ કરી હતી.
(1) વિભાગો / જીલ્લાઓને કેશલેસ સોદા માટે પ્રોત્સાહિત કરવા માટે
(2) વિભાગો / જિલ્લા / મહાનગરપાલિકાને ડિજિટલ શિક્ષણ અને આરોગ્ય પ્રોત્સાહન આપવા માટે
(3) યુવાન સાહસિકોને વ્યાપાર માટેની નવી તકો સર્જવા સ્માર્ટફોન એપ બનાવવા માટે
આ પ્રસંગે ઈલેક્ટ્રોનિક્સ અને આઈટી વિભાગના સચિવ અરુણા સુંદરરાજને નોંધ્યુ હતુ કે વર્ષ 2016 માં ભારતમાં ડિજિટલ વ્યવહારનો આંકડો 1000 કરોડ ને વટાવી ગયો છે જે સમગ્ર દેશમાં ઝડપથી વધી રહેલ ડિજિટલ ગવર્નન્સ અને ડિજિટલ રૂપાંતરને સૂચવે છે.