સાબરડેરીના છાશના પાઉંચનું ધૂમ વેચાણ, માત્ર પાંચ રૂપિયામાં વેચાતી છાશ

New Update
સાબરડેરીના છાશના પાઉંચનું ધૂમ વેચાણ, માત્ર પાંચ રૂપિયામાં વેચાતી છાશ

સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં સાબરડેરી દ્વારા છાશની નવીન પ્રોડક્ટ બહાર પાડવામાં આવી છે. સાબર માર્કા વાળા છાશના પાઉંચની કિંમત માત્ર પાંચ રૂપિયા હોવાથી ધૂમ વેચાણ થઈ રહ્યું છે.


હાલમાં દિવસે દિવસે મોંઘવારી વધી રહી છે ત્યારે સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાની જીવાદોરી એવી સાબરડેરી દ્વારા આજે એક નવી પ્રોડક્ટ શરૂ કરવામાં આવી છે. જેને લઈને મધ્યમ વર્ગ માટે આશીર્વાદ રૂપ નહિવત કિંમતમાં સાબર માર્કા સાથે છાશ બજારમાં મૂકવામાં આવી છે. પ્રોડક્ટ બહાર પડતાં જ સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં છાશનું ધૂમ વેચાણ થયું હતું. સાબર છાશ એક સારી ગુણવત્તા વાળી અને દરેક લોકોને પોષાય તેવા ભાવમાં મળી રહે તે હેતુથી સાબરડેરી દ્વારા શરૂ કરવામાં આવી છે, અને બંને જિલ્લામાં છાશનો જથ્થો મોકલી આપવામાં આવ્યો હતો સાબરડેરી દ્વારા સાડા ત્રણ હજાર પાઉચનું વેચાણ થયું હતું, સાબર છાશ માત્ર પાંચ રૂપિયામાં ૪૦૦ ગ્રામના પાઉચ પેકિંગ બનાવવામાં આવ્યા છે. પહેલા અમૂલ માર્કા સાથે અમુલ છાશ ૧૨ રૂપિયામાં ૫૦૦ ગ્રામનું પાઉચ વેચાતું હતું તે જ હવે સાબરડેરીએ પોતાની પ્રોડક્ટ બનાવીને લોકોને પોષાય અને સારી ગુણવત્તા મળી રહે તેવી છાશ શરૂ કરી છે.

Latest Stories