/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2018/04/maxresdefault-7.jpg)
સાવલીનાં ધારાસભ્ય દ્વારા વર્ષ 2011થી સમૂહલગ્નોત્સવનું આયોજન કરવામાં આવે છે
એનકર-ગરીબ પરિવારોને લગ્નનો ખર્ચ બચે અને ઓછા ખર્ચે ગરીબ પરિવારોના પ્રસંગ સચવાઈ જાય તે રીતે સાવલીના ધારાસભ્ય દ્વારા દ્વારા ૫૪૩ જોડાનાં સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. સાવલીમાં યોજાયેલા આ સમૂહ લગ્નોત્સવમાં હિન્દુ મુસ્લિમ અને ખ્રિસ્તી એમ ત્રણ સમુદાયનાં જોડાઓએં પ્રભુતામાં પગલાં પાડતાં અનોખો વિશ્વ રેકોર્ડ પણ સ્થાપિત કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે મુખ્યમંત્રી ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
વડોદરા જિલ્લાનાં સાવલીમાં સ્વ.મહેન્દ્રભાઈ ઈનામદાર ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા વર્ષ ૨૦૧૧ માં પ્રથમ સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ૨૦૦ થી વધુ યુગલોએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા. સમાજના તમામ વર્ગ અને જ્ઞાતિ ધર્મને સાથે રાખીને સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ આજે ચોથો સર્વજ્ઞાતિ સમૂહ લગ્નનોત્સવ યોજાયો હતો.
સમૂહ લગ્નની વિશેષતા
આ સમૂલલગ્નોત્સવની વિશેષતા એ હતી કે તેમાં ૫૪૩ જોડામાં ૯ મુસ્લિમ, એક ખ્રિસ્તી અને અન્ય હિંદુ જોડાઓ એક જ મંડપ નીચે લગ્ન ગ્રાંથિથી જોડાયા હતા. તમામ ધર્મના રીતી રિવાજ સાથે લગ્નવિધિ સંપન્ન કરવામાં આવી હતી. જે પ્રસંગમાં હજારો લોકો ઉપસ્થિત રહ્યા હતા. આ લગ્નોત્સવમાં ત્રણ જોડાં દિવ્યાંગ હતા. જેમાં એક યુગલ પ્રજ્ઞાચક્ષુ પણ હતું. આ સમૂહ લગ્નોત્સવમાં ૧૬૩ જોડા એવાં હતા જેઓ પૈકી કોઈના માતા નથી તો કોઈના પિતા નથી. જયારે કેટલાકને માતા-પિતા બંનેનું છત્ર પણ નથી.
આ પ્રસંગમાં ૫૪૩ વરરાજાઓ માટે ૪૦ થી વધુ ટ્રેક્ટર અને ૧૦ થી વધુ ડીજેની વ્યવસ્થા કરવામાં અઆવી હતી. જે બાદ ભવ્યતાથી વરઘોડો પણ યોજવામાં આવ્યો હતો. જેમાં હેલિકોપ્ટર દ્વારા પુષ્પવર્ષા કરાવવામાં આવી હતી. જે નિહાળવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા.
વરરાજા લગ્ન મંડપે પહોંચતાં શાસ્ત્રોક્ત વિધિ સાથે હિંદુ જોડાઓનાં લગ્ન, મુસ્લિમ જોડાઓ માટે કાઝીએ ઇસ્લામિક રીતી રીવાજ પ્રમાણે નિકાહ પઢાવ્યા તો ખ્રિસ્તી જોડા માટે કેથલિક પાદરીએ લગ્ન કરાવ્યા હતા. પણ વ્યવસ્થા કરવામાં આવી હતી. એક જ મંડપ નીચે ૫૪૩ લગ્ન યોજવાનો વિશ્વ વિક્રમ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સ પણ નોંધવામાં આવ્યો હતો.
આ પ્રંસગે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ તમામ યુગલોને પાણી બચાવવા માટે સંકલ્પ લેવડાવ્યા હતા. મુખ્યમંત્રી સહિત રાજ્યના શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા, ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા, ભાજપ પ્રદેશ અધ્યક્ષ જીતું વાઘાણી પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.