સુદઢ ભારતના નિર્માણમાં પારસી સમાજનું બહુમુલ્‍ય યોગદાન :ઉપરાષ્‍ટ્રપતિ એમ.વેંકૈયા નાયડું

New Update
સુદઢ ભારતના નિર્માણમાં પારસી સમાજનું બહુમુલ્‍ય યોગદાન :ઉપરાષ્‍ટ્રપતિ એમ.વેંકૈયા નાયડું

ભારતના ઉપરાષ્‍ટ્રપતિ એમ.વેંકૈયા નાયડુએ સર્વધર્મ સદ્‌ભાવના સાથે ભારત વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્‍યવસ્‍થામાં પારસીઓના યોગદાનની મહત્‍વની ભુમિકા હોવાનું જણાવ્‍યું હતું. ઉપરાષ્‍ટ્રપતિના હસ્‍તે વડા દસ્‍તુરજીની ઉપસ્‍થિતિમાં પદ્‌મભૃષણ ર્ડા.ફરોખ ઉદવાડીયાનું શાલ ઓઢાડીને સન્‍માન કર્યું હતું.

publive-image

ઉદવાડા ખાતે ઇરાનશા ઉદવાડા ઉત્‍સવ-૨૦૧૭ ના સમાપન સમારોહ અવસરે એમ.વેંકૈયા નાયડુએ નવા ભારતના નિર્માણમાં સર્વસમાજને ખભેખભા મિલાવીને વિકાસની ઊંચી મંઝિલ સર કરવા આહવાન કર્યું હતું.

પુ. મહાત્‍મા ગાંધીજીને યાદ કરીને ઉપરાષ્‍ટ્રપતિએ જણાવ્‍યું હતું કે, ઝોરાસ્‍ટ્રીયન સમાજનો સહયોગ અવર્ણનીય રહયો છે. ઔદ્યોગિક ક્ષેત્ર હોય કે, સેના, મેડીકલ, સાંસ્‍કૃતિક વિરાસત અને શૈક્ષણિક ક્ષેત્રે પ્રદાન દેશને ઉજાગર કરનારું પરિબળ રહયું છે. રતન ટાટા, ફિલ્‍ડ માણેકશા, મેડમ કામા, દાદાભાઇ નવરોજી, સોલી સોરાબજી, નાની પાખલીવાલા, સોલી નરીમાનનું યોગદાન પારસી સમાજની નવી પેઢીને માટે પ્રેરણાબળ આપશે.

publive-image

ઉદવાડા પારસી ધર્મનું પવિત્ર સ્‍થળ છે. પારસીઓનો ધર્મ વર્ષો જુનો પુરાણો છે. પારસી સમાજમાં અગ્નિ પ્રજવલિતનું માહાત્‍મ્‍ય છે. જયારે હિન્‍દુ ધર્મમાં અખંડ જયોતિનું મહત્‍વ છે. જે સમાજમાં પ્રર્વતતા અંધકારને દૂર કરીને સુદઢ સમાજનું નિર્માણ કરે છે. સચ્‍ચાઇના માર્ગે આગળ વધવા માટે સર્વસમાજને નુતન સંદેશ આપે છે.

પારસીભાષામાં વિવિધતામાં એકતા સમાયેલી છે. સંસ્‍કૃતભાષાના સમન્‍વય સાથે નવા કલ્‍ચરલનું નિર્માણ કરે છે. વિશ્વ સંસ્‍કૃતિને ઉજાગર કરતું તત્ત્વ પારસી ભાષામાં સમાયેલું હોવાનું ઉપરાષ્‍ટ્રપતિ શ્રી એમ.વેંકૈયા નાયડુંએ જણાવ્‍યું હતું.

publive-image

ભારત બિનસાંપ્રયિક પ્રતિભા ધરાવતો દેશ છે. વસુદેવ કુટુંબની ભાવના સાથે આપણી સંસ્‍કૃતિ વર્ષો પુરાણી છે. ૧૩૦ જેટલી જુદી જુદી ભાષાની વિવિધતા સાથે એકાત્‍માવાદનું તત્ત્વ જોડાયેલું છે. ભારતની યુવા પેઢીએ સંસ્‍કૃતિને ઉજાગર કરવાનું સૌભાગ્‍ય પ્રાપ્‍ત કરવાનું છે. પારસી સમાજે દેશને ઘણું બધુ આપ્‍યું છે. પારસી સમાજે સર્વસ્‍વ અર્પણ કરીને ભારતને કર્મભુમિ બનાવીને ભારતમાં ભળી ગયા છે. જે દેશ અને પારસી સમાજ માટે ગૌરવ છે.

સફળતા મેળવવા મહેતન જરૂર છે. સફળતા, સમૃધ્‍ધિ અને પરંપરા હોય ત્‍યાં પ્રતિભા અને પુરસ્‍કાર સામેથી વંદન કરવા આવે છે, એવી આપણી સંસ્‍કૃતિને પારસી સમાજે સંસ્‍કૃતિ સાથે જોડયું હોવાનું ઉપરાષ્‍ટ્રપતિ શ્રી એમ.વેંકૈયા નાયડુએ જણાવ્‍યું હતું.

publive-image

ઉપરાષ્‍ટ્રપતિ વેંકૈયા નાયડુંએ જણાવ્‍યું હતું કે, પારસીઓના પવિત્ર સ્‍થળ ઉદવાડા સર્વધર્મ સદભાવનાનું કેન્‍દ્ર બને તે માટે કેન્‍દ્ર અને રાજય સરકાર મદદ કરી રહી છે. વૈશ્વિક સ્‍તરે ઉદવાડા એક ડેસ્‍ટીનેશન બને તેવા પ્રયાસો ભારત સરકાર કરશે. ઇ.સ.૧૭૪૨ માં પારસીઓ ભારત આવીને દુધમાં સાકર ભળે તેમ ભારતની સંસ્‍કૃતિ સાથે ભળી ગયા હતા.

ઉપરાષ્‍ટ્રપતિએ આતશ બહેરામથી પગપાળા ઝોરાસ્‍ટ્રીયન પ્રદર્શન કેન્‍દ્રની મુલાકાત લીધી હતી.

publive-image

વડા દરસ્‍તુરજી ખુરશેદ દસ્‍તુર કેકોબાદ દસ્‍તુરજીએ સૌને આવકાર્યા હતા. તેમણે વિશ્વની માઇક્રો વસતિ ધરાવતા સમાજે કર્મભુમિ ભારત માટે તમામ ક્ષેત્રે યોગદાન આપવામાં આવશે એમ જણાવ્‍યું હતું.

ઉપરાષ્‍ટ્રપતિ વેંકૈયા નાયડુ દમણ એરપોર્ટ ખાતે આવી પહોંચતા વલસાડ અને દમણ વહીવટીતંત્ર દ્વારા પારંપરિક રીતે ઉષ્‍માભર્યુ સ્‍વાગત કર્યુ હતું.આ અવસરે દમણના વહીવટદાર શ્રી પ્રફુલ પટેલ, વલસાડના સાંસદ ડો.કે.સી.પટેલ, વલસાડ કલેકટર શ્રી સી.આર.ખરસાણ, પોલીસ અધિક્ષકશ્રી સુનિલ જોશી વગેરે હાજર રહયા હતા.

Latest Stories