/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/04/maxresdefault-296.jpg)
સુરત નવસારી થી સુરત આવતી મેમુ ટ્રેનમાં સવાર હતી. 19 વર્ષીય દિવ્યા દાફડાને લાકડી મારી લૂંટ કરનાર આરોપી જુબેર જલાઉદીન શેખની રેલવે પોલીસે ધરપક કરી છે.
ગત શનિવારે મેમુ ટ્રેનમાં નવસારીથી સુરત બહેનના ઘરે આવતી 19 વર્ષીય કોલેજ સ્ટુડન્ટ પર મોબાઈલ સ્નેચરે ફોન ઝુંટવવા કરેલા હુમલામાં તેણીનો જમણો પગ કપાઈ ગયો હતો. દિવ્યા ખીમજી દાફડા પોતાની નાની બહેન ક્રિષ્ણા મોટી બહેન મમતા અને માજી સાથે સાંજે મેમુ ટ્રેનમાં સુરત પોતાની અન્ય બહેનના ઘરે જમવા આવી રહી હતી.ટ્રેન જયારે ઉધના રેલવે સ્ટેશન પસાર કરી કાંકરાખાડી પાસે પહોંચી ત્યારે દિવ્યા અને નાની બહેન ક્રિષ્ણા દરવાજા પાસે બેઠી હતી. ટ્રેન ધીમી પડતા અચાનક જ આરોપી જુબેર શેખે દિવ્યાના હાથ પર સપાટો મારતા સંતુલન ન જળવાતા દિવ્યા ચાલુ ટ્રેનમાંથી નીચે પટકાઈ હતી અને ટ્રેનની અડફેટે આવી જતા જમણોે પગ કપાઈ ગયો હતો.
રેલવે પોલીસની બેદરકારીના અને પેટ્રોલીંગના અભાવના કારણે દિવ્યાને પગ ગુમાવવાનો વારો આવ્યો હતો. રેલવે પોલીસ પર પ્રશ્ન ઉભો થતા રેલવે પોલીસે આરોપીને પકડવા તાપસ શરૂ કરતા બાતમીના આધારે કોઈલી ખાડી બ્રિજ પાસે થી દિવ્યા દાફડા ને લાકડી મારી લૂંટ કરનાર આરોપી જુબેર જલાઉદીન શેખની રેલવે પોલીસે ધરપકડ કરી છે.