/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/11/18171501/maxresdefault-220.jpg)
રાજયમાં પહેલી નવેમ્બરથી ટ્રાફિકના નવા નિયમો અમલમાં
આવ્યાં બાદ વાહન ચાલકો અને પોલીસ વચ્ચે ઘર્ષણની સૌથી વધારે ફરિયાદ સુરતમાં નોંધાય
છે. પોલીસે 11 જેટલા વાહનચાલકો સામે કલમ 186 અને 232 મુજબ ગુનો નોંધ્યો છે.
ગુજરાતમાં નવા ટ્રાફિક કાયદાના અમલીકરણની શરૂઆત થતાંની સાથે વાહન ચાલકો અને પોલીસ કર્મચારીઓ વચ્ચે ઘર્ષણના અનેક કિસ્સાઓ બહાર આવી ચુકયાં છે. વડોદરામાં એક વાલીએ પુત્રનું બાઇક છોડાવવા માટે રસ્તા પર સુઇ જઇને હંગામો મચાવ્યો હોવા સહિતના અનેક કિસ્સાઓથી લોકોની સામે આવી ચુકયાં છે. હવે વાત કરવામાં આવે સુરત શહેરની તો સુરતીલાલાઓ પણ પોલીસ સાથે ઘર્ષણમાં ઉતર્યા હતાં. દોઢ મહિનામાં જ્યાં સુરત પોલીસે કરોડો રૂપિયાનો દંડ વસુલ કર્યો છે. ત્યારે બીજી બાજુ ટ્રાફિક પોલીસે તેમની ફરજમાં અડચણ ઉત્પન્ન કરનાર અને ઘર્ષણની સ્થિતિ ઉભી કરનાર વાહનચાલકો વિરૂદ્ધ ફરિયાદ પણ નોંધાવી છે. સાંભળીને આશ્ચર્ય થશે પરંતુ રાજ્યમાં સૌથી વધુ વાહનચાલકો વિરૂદ્ધ ફરિયાદ સુરતમાં નોંધવામાં આવી છે. દોઢ મહિનામાં પોલીસે 11 ફરિયાદ વાહનચાલકો વિરૂદ્ધ ફરીયાદ નોંધાવવામાં આવી છે.
સુરત ટ્રાફિક પોલીસના ડીસીપી પ્રશાંત સુમ્બેએ જણાવ્યુ હતુ કે વાહન ચાલકો અને પોલીસ વચ્ચે ઘર્ષણની સ્થિતિ માટેના બે ત્રણ મુખ્ય કારણો છે. જેમાં હાલ કાયદા પ્રમાણે ચલણની રકમ વધી ગઈ છે. જેને લોકો આપવા નથી માંગતા. બીજી બાજુ લોકોને લાગે છે કે તેમણે જ ટ્રાફિક પોલીસ દ્વારા પકડવામાં આવ્યા છે અને અન્ય વાહનચાલકોને ટ્રાફિક પોલીસ જવા દે છે. આવી ઘર્ષણની સ્થિતિમાં વાહન ચાલકો મોબાઇલ ક્લીપ બનાવવા લાગે છે. વાહનચાલકોને પ્રથમ સમજાવવામાં આવે છે.