/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/12/29134603/maxresdefault-470.jpg)
સુરતના રિંગરોડ વિસ્તારમાં આવેલી અને પાલિકાએ ભાડાપટ્ટે આપેલી જમીન પર અડીંગો જમાવવા ગયેલાં ભાજપના લઘુમતી મોરચાના ત્રણ કાર્યકરોની પોલીસે ધરપકડ કરી છે.
સુરતના લીંબાયત મીઠી ખાડી વિસ્તારમાં રહેતા અને માથાભારે તરીકેની છાપ ધરાવતા ભાજપી કાર્યકર જમીર પ્લાસ્ટિક સહિત આણી ટોળકીએ ગત રોજ રિંગ રોડ સ્થિત મિલેનિયમ માર્કેટ પાછળ આવેલી પાલિકાની જગ્યા પર અડિંગો જમાવવાનો પ્રયાસ કર્યો હતો. પાલિકાની આ જગ્યા છેલ્લા 99 વર્ષ માટે સુરતના ગજેરા પરિવારને ભાડા પેટે આપવામાં આવી છે. ગજેરા પરિવારની લક્ષ્મી વેર એન્ડ હાઉસિંગ કંપનીની ઓફિસમાં ગત રોજ જમીર અને તેના મળતીયાઓએ આવી આ જગ્યા ખાલી કરવાનું કહી ત્યાં હાજર ત્રણ લોકોને માર માર્યો હતો. ઇજાગ્રસ્તની ફરિયાદના આધારે સલાબતપુરા પોલીસે ભાજપ કાર્યકર ઝમીર પ્લાસ્ટિક ઉર્ફે ઝમીર લુકમાન ખાન પઠાણ સહિત ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસે આરોપીઓ પાસેથી ભાજપના ચિન્હવાળી ત્રણ કાર જપ્ત કરી આગળની તપાસ હાથ ધરી છે.