/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/11/29184520/maxresdefault-358.jpg)
સુરતના કાપોદ્રા વિસ્તારમાં નોકરી અપાવવાના બહાને
યુવક પાસેથી 8 લાખ રૂપિયા પડાવી લેવાયા હતા. છેતરપિંડી કરનાર પુરૂષે પોતે ડેપ્યુટી કલેક્ટર કચેરીમાં અને મહિલા સેન્ટ્રલ હેલ્થ ડિપાર્ટમેન્ટમાં નોકરી કરતા હોવાની ખોટી ઓળખ આપી
હતી. પોલીસે બન્ને આરોપીઓને ઝડપી વધુ તપાસ હાથ ધરી છે.
સુરત શહેરના વરાછા એ.કે. રોડ ખાતે આવેલ સૌરાષ્ટ્ર સોસાયટીમાં રહેતા અને મૂળ અમરેલીના વતની બાબુ વાઘાણી નિવૃત્ત જીવન ગુજારે છે. તેઓ અયોધ્યાની એક ધર્મશાળાના ટ્રસ્ટી પણ છે. જ્યારે અયોધ્યા ધર્મશાળા ખાતે ગયા હતા, ત્યારે તેઓની મુલાકાત શૈલેષ પટેલ અને અંજુ પટેલ સાથે થઈ હતી. શૈલેષ પટેલ ડેપ્યુટી કલેક્ટર કચેરીમાં અને અંજુ પટેલે મહિલા સેન્ટ્રલ હેલ્થ ડિપાર્ટમેન્ટ નોકરી કરતા હોવાની ખોટી ઓળખ આપી હતી. બાબુ વાઘાણી આ બન્નેથી પરિચિત થયા હતા. બન્ને લોકોએ બાબુ વાઘાણીના પુત્રને સરકારી નોકરી આપવાની વાત કરી હતી. ત્યારબાદ નોકરી અપાવવાના બહાને 8 લાખ રૂપિયા પડાવી લીધા હતા. પૈસા લીધા બાદ શૈલેષ પટેલ અને અંજુ પટેલે બાબુ વાઘાણીનો ફોન રિસીવ કરવાનું બંધ કરી દીધું હતું. બાબુ વાઘાણીએ આ મામલે કાપોદ્રા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે બન્ને આરોપીઓની શોધખોળ શરૂ કરતા બન્ને આરોપીઓને ઝડપી પાડ્યા હતા. બન્ને લોકોએ ખોટી ઓળખ આપી નોકરી આપવાના બહાને છેતરપિંડી કરી હતી. બન્ને આરોપીઓ દ્વારા કેટલાક લોકોની સાથે છેતરપિંડી કરાઇ છે, તે હવે પોલીસ તપાસ બાદ જ બહાર આવશે.