સુરત : સુમુલ ડેરીની શુક્રવારના રોજ ચુંટણી, રાજુ પાઠક અને માનસિંહ પટેલની પેનેલ વચ્ચે જંગ

New Update
સુરત : સુમુલ ડેરીની શુક્રવારના રોજ ચુંટણી, રાજુ પાઠક અને માનસિંહ પટેલની પેનેલ વચ્ચે જંગ

દક્ષિણ ગુજરાતના પશુપાલકોની જીવાદોરી સમાન સુમુલ ડેરીની આવતીકાલે શુક્રવારના રોજ  ચૂંટણી યોજાશે. સુમુલ ડેરીની 14 બેઠકો માટે આવતીકાલે થનારા મતદાન બાદ 9મી ઓગષ્ટના રોજ પરિણામ જાહેર કરવામાં આવશે..

દક્ષિણ ગુજરાતની સહકારી સંસ્થાઓમાં મહત્વની ગણાતી અને પશુપાલકોની જીવાદોરી સમાન સુમુલ ડેરીની આવતીકાલે ચુંટણી યોજાઇ રહી છે. સુમુલ ડેરીના  હાલના ચેરમેન રાજુ પાઠક અને માજી ચેરમેન માનસિંહ પટેલની પેનલ  વચ્ચે સીધી ટક્કર જોવા મળી રહી છે. ભાજપ  સાથે જોડાયેલા બંને ઉમેદવારો પોતાની પેનલને જીતાડવા એડીચોટી નું જોર લગાવી રહ્યા છે. બંને પેનલના ઉમેદવારો  એકબીજાના જુના કારનામા કાઢી પ્રહાર કરી રહ્યા છે.   ઉલ્લેખનીય છે કે માંગરોળ બેઠક પર રાજુ પાઠક સામે ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી ગણપત વસાવાના ખાસ  ગણાતા રાકેશ સોલંકીએ ફોર્મ ભર્યું હતું. પણ પ્રદેશ હાઇકમાન્ડના પ્રયાસોથી  રાકેશ સોલંકીએ  રાજુ પાઠકને ટેકો જાહેર કરતા રાજુ પાઠકનો જીતનો માર્ગ મોકળો થઈ ગયો છે. બીજી તરફ સુમુલ ડેરી તરફથી ચુંટણીની તૈયારીઓ પુર્ણ કરી દેવામાં આવી છે. શુક્રવારના રોજ 14 બેઠકો માટે મતદાન થશે અને 9મી ઓગષ્ટના રોજ પરિણામ જાહેર કરવામાં આવશે. મતદાન દરમિયાન કોવીડ19ની ગાઈડલાઈન મુજબ ચુસ્તપણે પાલન કરવામાં આવશે.મતદાન કરવા જનાર દરેક મતદાતાનું ઓક્સિજન લેવલ નોંધવામાં આવશે અને વાંધાજનક જણાશે તો મતદાન કરતા અટકાવવામાં આવશે. આ ઉપરાંત 14 દિવસના ક્વોરન્ટાઈ પિરિયડ પૂર્ણ થઈ ગયા હોય તેઓ મતદાન કરી શકશે…

Latest Stories