/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2018/02/maxresdefault-112.jpg)
સુરતમાં 25મી ફેબ્રુઆરીનાં રોજ નાઈટ મેરેથોન યોજાનાર છે, જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિશેષ ઉપસ્થિત રહેશે. કાર્યક્રમને લઈને તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ શરુ કરવામાં આવી છે.
25મી ફેબ્રુઆરીએ સુરત શહેરમાં યોજાનારી નાઇટ મેરેથોનમાં વડાપ્રધાન મોદી હાજર રહેશે. વડાપ્રધાન રાત્રે 8 વાગે મેરેથોન ને ફ્લેગ ઓફ કરશે. ન્યુ ઇન્ડિયાના સંદેશા સાથે 5, 10, 21 અને 42 એમ ચાર અલગ અલગ દોડ રાખવામાં આવી છે.
જેમાં દોઢ લાખથી વધુ લોકો ભાગ લેશે તેવો દાવો કરવામાં આવ્યો છે. પુર્વમાં તાપી શુદ્ધિકરણનાં મેસેજ સાથે મેરેથોન દોડનું આયોજન કરવામાં આવ્યું હતુ. ત્યાર બાદ 980 કરોડની ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી. હવે દાવો કરાયો છે કે ન્યુ ઇન્ડિયાના કન્સેપ્ટ સાથે પહેલી વાર સુરતમાં આ મેરેથોનનું આયોજન કરાયુ છે.
વડોદરા, કલકત્તા , અમદાવાદ સહિત દેશભરનાં અલગ અલગ રાજ્યોમાંથી મોટી સંખ્યામાં દોડવીરો ભાગ લેશે. મેરેથોન ડુમસ રોડ સ્થિત લાલભાઈ કોન્ટ્રાકટર સ્ટેડિયમ થી પીએમ નરેન્દ્ર મોદી મેરેથોન ને ફ્લેગ ઓફ કરશે.
અંતિમ તબક્કાની તૈયારીઓ હાલ ચાલી રહી છે. દોડ ને 4 દિવસ બાકી છે ત્યારે લોકો મોટી સંખ્યામાં રજીસ્ટ્રેશન કરાવી રહયા છે. 5 કિમી ની દોડ માટે 1 લાખ થી વધુ લોકો રજીસ્ટર થઈ ચૂક્યા છે.