/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2018/01/1ad4c7a7-ad18-4a3d-85a7-1a5e1ea10afc.jpg)
રાજ્યનાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ તારીખ 18મીનાં રોજ સુરતનાં મહેમાન બન્યા હતા. સુરત ચેમ્બર ઓફ કોમર્સનાં ઉદ્યોગ 2018નાં કાર્યક્રમમાં ઉપસ્થિત રૂપાણીએ જીએસટી ને લઈ સરકારનું વલણ સ્પષ્ટ કર્યુ છે.
સીએમ વિજય રૂપાણીએ જણાવ્યુ હતુ કે વેપાર ઉદ્યોગ વિસ્તરે એ સમયની માંગ છે, ગુજરાત વેપારીઓનો પ્રદેશ છે, ત્યારે દરેક ગુજરાતી અન્ય ને નોકરી આપનાર વર્ગ છે. ચાઈના ડમ્પિંગ કરે છે. તેના સામે ટેક્સટાઇલ ઉદ્યોગએ ટકવાનું છે.તેના માટે સરકાર ઉદ્યોગ સાથે છે, રૂપાણી એ વધુ માં જણાવ્યું હતું કે ગુજરાતનાં વડવાઓ વિદેશમાં વેપાર કરવા ગયા ત્યાં મોટા ઉદ્યોગ સ્થાપ્યા છે. અને ગુજરાતનું નામ રોશન કર્યુ છે.મહિલાઓ સ્વનિર્ભર બને તે માટે સરકાર પ્રયત્નશીલ છે.
વધુમાં સીએમ વિજય રૂપાણીએ જીએસટીને લઈ સરકારનું વલણ પણ સ્પષ્ટ કર્યુ હતુ. તેમણે જણાવ્યુ હતુ કે જીએસટી થી વેપાર અને ઉદ્યોગને નવી ઉંચાઈ મળશે,હજી પણ ગુજરાત સરકાર જીએસટીને લઈ કેન્દ્ર સરકારમાં વેપારીઓની રજૂઆત કરશે,જીએસટીમાં તકલીફો હતી તે હળવી થઇ છે અને આવનારા દિવસોમાં સુરત ગુજરાતનાં વિકાસમાં ખુબ મહત્વનો રોલ ભજવશે.
આ ઉપરાંત પદ્માવત ફિલ્મને લઈ નિવેદન આપતા રૂપાણીએ જણાવ્યુ હતુ કે ગુજરાત સરકારે ફિલ્મ રિલીઝ થવા પર પ્રતિબંધ મુકયો જ હતો , જોકે નામદાર સુપ્રિમકોર્ટનો આદેશ છે .એટલે સરકાર સુપ્રીમ કોર્ટનાં નિર્ણયનું અધ્યન કરશે.
આ ઉપરાંત સુરતમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીનાં હસ્તે ઉધના ભેસ્તાન રેલ્વે બ્રિજનું પણ ઉદ્દઘાટન કરવામાં આવ્યુ હતુ. આ બ્રિજ બનતા લોકોને ટ્રાફિકની સમસ્યાથી રાહત મળી હતી. તેમજ મુખ્યમંત્રીએ જાહેરસભાને સંબોધી હતી. આ પ્રસંગે કેબીનેટ મંત્રી ગણપત વસાવા,સાંસદ, ધારાસભ્યો , મેયર, કલેકટર સહિતનાં મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.સભાને સંબોધન કરતા મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે સી.એમ. બન્યા બાદ પહેલી વખત સુરત આવવાની ખુશી છે તેમજ 492 કરોડનાં વિકાસ કામો કોઈ નાની વાત નથી. સ્માર્ટ સીટીમાં પણ આખા ભારતમાં સુરત નંબર 1 છે, તેમજ વિકાસ સાદો નહિ હરણફાળ થઇ રહ્યો છે.