સુરેન્દ્રનગર : લીંબડીના ચોરણિયા ગામે વિધવા બહેનોને ઓર્ડરનું વિતરણ

New Update
સુરેન્દ્રનગર : લીંબડીના ચોરણિયા ગામે વિધવા બહેનોને ઓર્ડરનું વિતરણ

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીના દીર્ઘ આયુષ્ય અને સારા સ્વાસ્થ્યની શુભકામના સાથે સેવા સપ્તાહની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં લીંબડી તાલુકાના ચોરણીયા ગામમાં 17 વિધવા થયેલ બહેનો વિધવા પેન્શનના ઓર્ડર આપવામાં આવ્યા હતા.

તેમજ વિવિધ લોક ઉપયોગી અને લોકોના સારા સ્વાસ્થ્યને ધ્યાને રાખી માસ્કનું વિતરણ સહિતના કાર્યક્રમો યોજાઈ રહ્યા છે, ત્યારે  લીંબડી તાલુકા પંચાયત માજી.ઉપ પ્રમુખ કૃષ્ણસિંહ રાણા,યુવાભાજપ પ્રમુખ ક્રિપાલસિહ ઝાલા ,મહામંત્રી સંજયભાઈ અમદાવાદીયા ,વનરાજસિંહ બોરાણા, કટારીયા સરપંચ ભરતભાઇ પરનાળિયા તેમજ ચોરણીયા ગામ સરપંચ  રાજેશભાઇ ગામી, કમલેશભાઈ વાઘેલા, ચન્દ્રકાંતભાઈ મહારાજ તથા ભાજપના કાર્યકર્તાઓ દ્વારા ગ્રામ્ય માં માસ્ક વિતરણ સહિતના કાર્યક્રમો યોજાયા હતા. જેમાં મોટી સંખ્યામાં ચોરણીયા ગ્રામ્ય જનોએ લાભ લીધો હતો. અને ગ્રામ્ય જનો એ લીંબડી મામલતદાર આર.એલ.કનેરીયા સાહેબ  તેમજ તેમની ટિમ નો ખુબ ખૂબ આભાર માનેલ હતો.

Latest Stories