ગીર ગઢડા અને પોરબંદર જિલ્લામાં માલધારી સમાજના યુવાનોએ અગાઉ એલ.આર. ડી.ની
પરીક્ષા આપી હતી જેમાં પ્રથમ તબક્કામાં જાહેર થયેલ પરિણામમાં મેરીટ સાથેનું પરિણામ
જાહેર થયું હતું.બાદમાં પરીક્ષાના નવા જાહેર થયેલ પરિણામમાં નોકરી વાંચ્છુક
માલધારી યુવકોની પસંદગી યાદીમાંથી બાદબાકી થતા આ બાબતે માલધારી સમાજમાં ઘેરા
પ્રત્યાઘાતો પડયા છે.
ત્યારે આ બાબતે સુરેન્દ્રનગર જિલ્લા સમસ્ત માલધારી સમાજ દ્વારા લોક રક્ષક દળ
ની ભરતીમાં થયેલા અન્યાય સામે જંગ છેડીને જિલ્લા સમસ્ત માલધારી સમાજ દ્વારા શહેરના
બસ સ્ટેન્ડ પાસે આવેલ ગ્રાઉન્ડ ખાતે ઉપવાસ આંદોલન છેડ્યું છે, જેમાં રબારી, ભરવાડ,ચારણ, આહીર સહિત માલધારી સમાજ ના લોકોએ અધિકાર માટે ઉપવાસ
આંદોલન છેડતાં અનેક ધાર્મિક જગ્યાના સંતો મહંતો તેમજ વિવિધ સંસ્થાઓ એ પણ ટેકો
જાહેર કર્યો છે. આમ સુરેન્દ્રનગર જિલ્લા સમસ્ત માલધારી સમાજ દ્વારા ઉપવાસ આંદોલન
શરૂ કરતા આ બાબતે ઘેરા પ્રત્યાઘાતો પડયા છે.