સુરેન્દ્રનગર : સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત સૈન્યના જવાનોની સાયકલ રેલી

New Update
સુરેન્દ્રનગર : સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત સૈન્યના જવાનોની સાયકલ રેલી

સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા ખાતે ભારતીય સૈન્યના જવાનો દ્વારા વિવિધ કાર્યક્રમો યોજવામાં આવ્યાં હતાં. આર્મી કેમ્પ તેમજ ધ્રાંગધ્રા શહેરમાં સાયકલ રેલી યોજવામાં આવી હતી. સાયકલ રેલી બાદ વકતૃત્વ સ્પર્ધા યોજવામાં આવી હતી. જેમાં સ્પર્ધકોએ સ્વચ્છતા માટે શું કરવું જોઇએ, પ્લાસ્ટિકનો ઉપયોગ કેમ ન કરવો સહિતના વિષયો પર તેમના વિચારો રજૂ કર્યા હતાં. આર્મી કેમ્પમાં આવેલ કેન્દ્રીય વિધાલય અને આર્મી પબ્લિક સ્કૂલના વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ માટે એક ચિત્ર સ્પર્ધા પણ રાખવામાં આવી હતી. ચિત્ર સ્પર્ધામા પ્રથમ અને બીજા નંબરે આવનાર વિદ્યાર્થીનીઓને ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યાં હતાં..

Latest Stories