સોનગઢ ખાતે વિદેશી પતંગબાજોના અવનવી ડિઝાઇનના પતંગોએ જમાવ્યું અનેરૂં આકર્ષણ

New Update
સોનગઢ ખાતે વિદેશી પતંગબાજોના અવનવી ડિઝાઇનના પતંગોએ જમાવ્યું અનેરૂં આકર્ષણ

તાપી જિલ્લાના સોનગઢ ખાતે આવેલી આદર્શ નિવાસી શાળાના સામેના મેદાનમાં ગુજરાત પ્રવાસન નિગમ લિમીટેડ, ગાંધીનગર અને તાપી જિલ્લા વહીવટતંત્રના સંયુકત ઉપક્રમે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું.

જિલ્લા વહીવટીતંત્ર અને ગુજરાત પ્રવાસન વિભાગ દ્વારા પ્રથમ વખત તાપી જિલ્લાના સોનગઢ ખાતે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પતંગ મહોત્સવમાં પધારેલા દેશ વિદેશના પતંગબાજોએ ઉડાવેલા અવનવી ડિઝાઇનના પતંગોએ જાહેર જનતામાં આકર્ષણ જમાવ્યું હતું. વિદેશી પતંગબાજો દ્વારા ઉડાવવામાં આવેલા જુદા જુદા આકારના પતંગોએ ઉપસ્થિત નગરજનો,શાળાના બાળકો અને અધિકારીઓને આશ્ચર્યચકિત કરી દીધા હતા.

જિલ્લા કલેકટર એન.કે ડામોર, જિલ્લા વિકાસ અધિકારી જે.બી પટેલ, જિલ્લા પોલીસ અધિક્ષક અને. એન. ચૌધરી, નાયબ વન સંરક્ષક આનંદકુમાર, વ્યારા નગરપાલિકાના પ્રમુખ દિપાલીબેન પાટીલ,સોનગઢ નગરપાલિકાના પ્રમુખ દિપકભાઇ વસાવા સહિતના મહાનુભાવોએ દિપપ્રાગટય કરી આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવને ખુલ્લો મુકયો હતો.

Latest Stories