સ્માર્ટ ડ્રાઈવિંગ લાઈસન્સમાં બ્લડગ્રુપ-આધાર કાર્ડનો ઉલ્લેખ કરાશે

New Update
સ્માર્ટ ડ્રાઈવિંગ લાઈસન્સમાં બ્લડગ્રુપ-આધાર કાર્ડનો ઉલ્લેખ કરાશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકાર ડિજીટલ ઈન્ડિયાની ઝુંબેશને આગળ વધારવામાં ઘણી મહેનત કરી રહી છે. ડિઝીટાઈલેશનના ભાગ રૂપે હવે ડ્રાઈવિંગ લાયસન્સ સ્માર્ટ કાર્ડમાં બ્લડ ગ્રુપની વિગત, ઈમરજન્સી કોન્ટેક્ટ નંબર અને આધાર કાર્ડ નંબરનો પણ સમાવેશ કરવામાં આવશે.

ભારતમાં ઘણા સમયથી માર્ગ અકસ્માતનાં પ્રમાણમાં વધારો થયો છે. ગુજરાત રાજયમાં પણ માર્ગ અકસ્માતમાં એનસીઆરબી દ્વારા જારી કરવામાં આવેલા આંકડા અનુસાર ૨૦૧૪ના વર્ષમાં ગુજરાતમાંથી ૭૮૫૭ લોકોએ માર્ગ અકસ્માતમાં જીવ ગુમાવ્યો હતો.

અકસ્માતોમાં ભોગ બનનાર ઘણા વ્યક્તિઓને ગંભીર ઈજાઓ પહોંચતી હોય તે સમયે તાત્કાલિક ધોરણે ઉપચાર મળી રહે, બ્લડ સંબંધિત માહિતી તેમજ નજીકના પરિવારજનોને માહિતી પહોંચાડી શકાય તે હેતુથી આ નિર્ણય લેવામાં આવ્યો હોય જાણવા મળી રહયુ છે.

Latest Stories