સ્માર્ટ વિલેજ યોજનાનો પ્રારંભ મુખ્યમંત્રી ના હસ્તે થશે

New Update
સ્માર્ટ વિલેજ યોજનાનો પ્રારંભ મુખ્યમંત્રી ના હસ્તે થશે

ગુજરાત રાજ્ય ના ગામડાઓ પણ સુવીધા સભર બને તે માટે રાજ્ય સરકાર દ્વારા સ્માર્ટ વિલેજ યોજના તારીખ 22 મી મે ના રોજ થી શરૂ કરવામાં આવશે.

મુખ્યમંત્રી આનંદીબહેન પટેલ દ્વારા આ યોજના નો પ્રારંભ ગાંધીનગર નાં મહાત્મા મંદિર થી શરૂ કરાવશે.આ પ્રસંગે સ્વચ્છ ગુજરાત, સ્વસ્થ ગુજરાત અભિયાન અંતર્ગત નિર્માણ થયેલ ૧૦૦ ટકા શૌચાલય યુકત ગ્રામ પંચાયતોના સરપંચોનું સન્માન પણ કરવામાં આવશે.

આ કાર્યક્રમ માં કેન્દ્રીય ગ્રામ વિકાસ મંત્રી બિરેન્દ્રસિંહ ચૌધરી તથા રાજ્યના પંચાયત રાજ્ય મંત્રી જયંતીભાઇ કવાડિયા ખાસ ઉપસ્થિત રહેશે.

Latest Stories